Site icon

લો બોલો!!! ધોળો હાથી સાબિત થયેલી એસી લોકલમાં 15 દિવસમાં જ આ કારણથી પ્રવાસીઓની સંખ્યા વધી ગઈ… જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai   Due to the mercury rise Airconditioned local ridership increased in the last few days

રેલવે પ્રશાસન માટે એરકંડિશન લોકલ(એસી) ધોળો હાથી સાબિત થઈ છે. મોટા ઉપાડે ચાલુ કરેલી એસી લોકલ સેવાને મુંબઈગરાએ બહુ પાંખો પ્રતિસાદ આપ્યો હતો. જોકે છેલ્લા 15 દિવસમાં અચાનક એસી લોકલમાં (AC Local)પ્રવાસ કરનારાઓની સંખ્યા વઘી ગઈ હોવાનો દાવો રેલવે પ્રશાસને કર્યો છે.

Join Our WhatsApp Community

સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેના દાવા મુજબ મુંબઈના તાપમાનમાં વધારો થતાં મુંબઈગરા એરકન્ડિશન્ડ લોકલ ટ્રેન (local train)તરફ વળ્યા છે. લોકો હવે એસી ટ્રેનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કોરોના મહામારી પહેલા વેસ્ટર્ન રેલવેમાં (western railway) એસી લોકલમાં પ્રવાસ કરનારા રજિસ્ટર્ડ પેસેન્જરની સંખ્યા વધુ હતી. પરંતુ  પખવાડિયા પહેલાની સરખામણીમાં સેન્ટ્રલ રેલવેએ લગભગ 100% રાઇડરશિપ મેળવી લીધી હોવાનો સેન્ટ્રલ રેલવેએ દાવો કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : સંભાળજો! વાહન જો ઉલટી દિશામાં ચલાવ્યું તો આવી બનશે. નોંધાઈ શકે છે એફઆઈઆર. નવા પોલીસ કમિશનરનું નવું ફરમાન.

સેન્ટ્રલ રેલવેમાં 28 ફેબ્રુઆરીના રોજ કુલ 13,410 મુસાફરો નોંધાયા હતા. તેની સામે માર્ચ  મહિનાના પહેલા ત્રણ દિવસમાં અનુક્રમે આ આંકડો 15,215, 17,279 અને 12,319 રહ્યો હતો.

વેસ્ટર્ન પશ્ચિમ રેલવેમાં , 28 ફેબ્રુઆરીએ આ આંકડો 29,214 એ પહોંચી ગયો હતો. પહેલી  માર્ચથી ચાર  માર્ચ સુધી, પ્રતિદિન મુસાફરોની સંખ્યા અનુક્રમે 27,127,  28,962, 18,235 અને 11,733 નોંધાઈ હતી.

Borivali Building Fire: બોરીવલીમાં મીટર બોક્સમાં ભીષણ આગથી ફફડાટ: સરદાર આકાંક્ષા બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટથી સર્જાયો અકસ્માત; રહીશોએ સેફ્ટી કિટ વડે આગ પર કાબૂ મેળવ્યો.
Satara Drug Racket: ડ્રગ માફિયાને જેલમાંથી નેટવર્ક ચલાવવામાં મદદ કરનાર પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો: સોલાપુર જેલમાં બેસીને થતું હતું ₹૧૧૫ કરોડના ડ્રગ્સના કારોબારનું સંચાલન.
Tragic Accident in Andheri: અંધેરીમાં કમકમાટીભર્યું મોત: બારીમાંથી પડેલું ડેબિટ કાર્ડ કાઢવા જતાં મ્યુચ્યુઅલ ફંડ કંપનીના CEO ચોથા માળેથી નીચે પટકાયા; સારવાર દરમિયાન તોડ્યો દમ
Hit-and-RunMumbai Airport: મુંબઈ એરપોર્ટ પાસે હિટ-એન્ડ-રન: પૂરપાટ ઝડપે આવતા ટ્રકે લોજિસ્ટિક્સ કર્મચારીને કચડ્યા; ૪૬ વર્ષીય વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
Exit mobile version