Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ મનપાનો રેઢિયાળ કારભાર, દિવાળીના તહેવાર ટાણે શહેરના આ વિસ્તારમાં પાણીના ધાંધિયા; જાણો વિગત.

Thane: Water supply to remain affected in following areas on March 15

થાણેકરો, પાણીનો ઉપયોગ સાવધાનીથી કરો! બુધવારે થાણેના આ ભાગોમાં પાણી પુરવઠો બંધ રહેશે.. જાણો શું છે કારણ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,3 નવેમ્બર,  2021 

Join Our WhatsApp Channel

બુધવાર.

આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ પડયો હોવાથી મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયો છલકાઈ ગયા છે. જળાશયોમાં મબલખ પાણીનો સ્ટોક છે. છતાં મુંબઈનાં મોટાભાગનાં વિસ્તારોમાં નાગરિકો પાણી માટે વલખા મારી રહ્યાં છે. મુંબઈ મહાનગરપાલિકાના રેઢિયાળ કારભારને કારણે બરોબર દીવાળીના સમયમાં લોકોના નળમાથી પાણી ગાયબ થઈ ગયું છે. મુંબઈમાં સર્જાયેલી પાણીની તકલીફ માટે  પાલિકાના પાણી પુરવઠા ખાતાના વોટર ઍન્જિનિયરિંગ વિભાગના એન્જિનિયરો જવાબદાર છે. પાણીને લઈને તેમના પ્લાનિંગના અભાવે પાણીની સમસ્યા નિર્માણ થઈ હોવાનો આરોપ નગરસેવકોએ કર્યો છે.

મુંબઈમાં હાલ કુર્લા, એન્ટોપ હિલ, બોરીવલી, દહિસર સહિત મલાડ, અંધેરી-જોગેશ્ર્વરી પશ્ચિમ વિસ્તારમાં, ભાયખલા, વિક્રોલી ગાવઠણ, ચાંદિવલી, બાંદરા(પૂર્વ), કાંદિવલી-ચારકોપ વિસ્તાર, વિલેપાર્લે થી અંધેરી(પૂર્વ) સુધીના વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા છે.

મુંબઈ પર તોળાતો ખતરો, આટલા ફૂટ નીચે દરિયામાં સમાઈ જશે માયાનગરી; નાસાએ કર્યો ખુલાસો

વિરોધપક્ષ નેતા રવિ રાજાએ એફ-ઉત્તર વોર્ડમાં પાણીની સમસ્યા ગંભીર હોવાની ફરિયાદ કરી હતી.  નગરસેવકો જયારે પાણીની સમસ્યાને મુદ્દે વિરોધ કરે છે ત્યારે પ્રશાસનના અધિકારીઓ  તેમના વિરુદ્ધ પોલીસમાં એફઆઈઆર નોંધાવે છે. છતા પ્રશાસન નાગરિકોને પાણીથી વંચિત રાખે છે એવી નારાજગી પણ રવિ રાજાએ વ્યકત કરી હતી. તેમણે પાણીને મુદ્દે પ્રશાસન વિરોધમાં એફઆઈઆર દાખલ કરવાની ચીમકી પણ આપી હતી. તેમના વોર્ડમાં પાલિકાનો અધિકારી જાણી જોઈને  તેમના પર ગુસ્સો કાઢી રહ્યો હોવાનો આરોપ પણ રવી રાજાએ કર્યો હતો.  

Mumbai Cyber Fraud Cases મુંબઈમાં સાયબર ગઠિયાઓનો તરખાટ ફેક લિંક અને ગુમ ક્રેડિટ કાર્ડ દ્વારા બે અલગઅલગ કેસમાં ₹૨૬ લાખની છેતરપિંડી
Mumbai OTP Farming Syndicate Busted મુંબઈમાં ‘ઓટીપી ફાર્મિંગ’ નેટવર્કનો પર્દાફાશ વેસ્ટ સાયબર પોલીસે ૩ ગઠિયાઓને દબોચ્યા, ૬૬૯ સિમ કાર્ડ જપ્ત
Mumbai Stock Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૯.૬૮ કરોડની છેતરપિંડી મ્યૂલ એકાઉન્ટ સપ્લાય કરતી ગેંગના ૪ શખ્સો ઝબ્બે
Mumbai Digital Arrest Scam ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વરિષ્ઠ નાગરિક સાથે ₹૧.૧૨ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસે ૬ ગઠિયાઓને દબોચ્યા
Exit mobile version