NCP નેતા નવાબ મલિકની મુશ્કેલીઓ વધી, મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી; આટલી સંપત્તિ કરી જપ્ત..

News Continuous Bureau | Mumbai

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા NCP નેતા અને મંત્રી નવાબ મલિક(Nawab Malik) સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 

ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ અસ્થાયી રૂપે નવાબ મલિકની આઠ સંપત્તિઓ (properties) જપ્ત કરી છે.

આ મિલકતો મુંબઈ અને ઉસ્માનાબાદની જણાવવામાં આવી રહી છે.

નવાબ મલિક હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં (Judicial Custody) છે અને ED દ્વારા તેમની સામે કરવામાં આવેલી કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટની શરણે ગયા છે. 

એક મહિના પહેલા EDએ શિવસેનાના (shivsena) ધારાસભ્ય પ્રતાપ સરનાઈક અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સાળા શ્રીધર પાટણકરની સંપત્તિ જપ્ત કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  નવાબ મલિકની મુસીબતો ઓછી ન થઈ, જ્યુડિશિયલ કસ્ટડી આ તારીખ સુધી લંબાવાઈ; જાણો વિગતે

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *