Site icon

કોના બાપની દિવાળી?? શિવસેનાના આ નેતાએ કોરોના કાળમાં દુબઈની કંપનીમાં આટલા કરોડ રૂપિયા જમા કરાવ્યાં.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

શિવસેનાના નેતાઓ(Shiv Sena leaders) એક પછી એક મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આજે સવારે શિવસેના નેતા અને મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન(Minister of Transport) અનિલ પરબના(Anil Parab) ઘર સહિત સાત સ્થળ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા રેડ પાડવામાં આવી છે. હવે ડિરેકટોરેટ ઓફ રિકવરીએ(Directorate of Recovery) શિવસેના ભૂતપૂર્વ નગરસેવક અને BMCની સ્થાયી સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ યશવંત જાધવના(Yashwant Jadhav) પરિવારની માલિકીની દુબઈની કંપનીમાં તપાસ શરૂ કરી છે.

Join Our WhatsApp Community

એક મિડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ આ કંપનીની સ્થાપના 2018માં જાધવ પરિવાર દ્વારા કરવામાં આવી હતી. તે જ વર્ષે, તેઓ BMCની સ્થાયી સમિતિના(Standing Committee) અધ્યક્ષ હતા. તેમના પર આરોપ છે કે કંપની સ્થાપતી વખતે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

યશંવત જાધવે સ્થાપેલા કંપનીના ખાતામાં કોરોનાના સમયગાળા(Corona period) દરમિયાન 5 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. આમાંથી અડધી રકમ રોકડમાં જમા કરાવવામાં આવી હતી. EDએ મંગળવારે આ કેસમાં જાધવ અને તેના બે પુત્રોને સમન્સ(Summons) જારી કર્યા હતા. જાધવે EDના સમન્સ સામે જવાબ આપ્યો નથી. પરંતુ તેમના એક પુત્રએ ED સમક્ષ જવાબ નોંધાવ્યો હતો. ED દ્વારા હવે નવું સમન્સ જારી કરવામાં આવે તેવી શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો :  મ્હાડાના ઘર લેવા ઇચ્છુક છો? તો જાણી લેજો મ્હાડાની લોટરીની આવક મર્યાદામાં થયેલા આ ફેરફાર… જાણો વિગતે

મિડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ યશંવત જાધવના પુત્રના નામ પર આવેલી દુબઈ સ્થિત કંપની સિનર્જી વેન્ચર્સની(Synergy Ventures) ગયા વર્ષે આવકવેરા વિભાગ(Income Tax Department) દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ શરૂ થયા બાદ સંબંધિત કંપનીને બંધ કરી દેવામાં આવી હતી. આ કંપની દ્વારા કરવામાં આવેલા નાણાકીય વ્યવહારોની(Financial transactions) તપાસ ચાલી રહી છે. ED અને આવકવેરા વિભાગને શંકા છે કે જાધવે BMCની સ્થાયી સમિતિના અધ્યક્ષ હતા ત્યારે હવાલા દ્વારા દુબઈ સ્થિત કંપનીમાં 5 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. જાધવે હજુ સુધી આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી.

આ સિવાય યશંવત જાધવે હવાલા દ્વારા યુએસ(USA) અને કેનેડાના(Canada) બે વ્યક્તિને 35-35 લાખ રૂપિયા આપ્યા હતા. ED દ્વારા એની પણ તપાસ ચાલી રહી છે.
 

Shaina NC: શાઇના એનસીએ ઠાકરે ભાઈઓ પર સાધ્યું નિશાન; ‘વર્ક ફ્રોમ હોમ’ના ટોણા સાથે મુંબઈના વલણો પર આપી આકરી પ્રતિક્રિયા.
Asha Deepak Kale: BMC ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું: વોર્ડ નંબર 183 માંથી આશા દીપક કાલેનો વિજય; જીતનો શ્રેય આ દિગ્ગજ નેતાને આપ્યો.
BMC Election Results 2026: આજથી મતગણતરી શરૂ, મુંબઈના ‘કિંગ’ કોણ? મતગણતરીની પ્રક્રિયામાં ફેરફારને કારણે પરિણામો આવવામાં થઈ શકે છે વિલંબ
Uddhav Thackeray Press Conference: ઉદ્ધવ ઠાકરેના ભાજપ પર ગંભીર આક્ષેપ; ‘લોકશાહી ભૂંસવાના પ્રયાસ’ ગણાવી ચૂંટણી પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ
Exit mobile version