News Continuous Bureau | Mumbai
ED Raid : કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મુંબઈ ( Mumbai ) ના જોગેશ્વરીમાં એક હોટલના નિર્માણના સંબંધિત 7 સ્થળો પર EDના દરોડા પાડ્યા છે. અને હજી પણ આ દરોડા ચાલુ છે. અહેવાલ છે કે આ દરોડા ફાઇવ સ્ટાર હોટલ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પાડવામાં આવી રહ્યા છે.
અનેક સંગઠનોના પરિસરમાં દરોડા પાડ્યા
મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે જોગેશ્વરી વિસ્તારમાં એક હોટલના બાંધકામમાં કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં શિવસેના (UBT) ધારાસભ્ય રવિન્દ્ર વાયકર અને તેની સાથે સંકળાયેલા અનેક સંગઠનોના પરિસરમાં દરોડા પાડ્યા છે. જણાવી દઈએ કે ધારાસભ્ય રવિન્દ્ર વાયકર (64) ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથમાંથી શિવસેનાના ધારાસભ્ય છે અને મહારાષ્ટ્ર વિધાનસભામાં જોગેશ્વરી પૂર્વ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.
બગીચા માટે આરક્ષિત પ્લોટ પર ફાઇવ સ્ટાર હોટલ બનાવવાનો છે આરોપ
બગીચા માટે આરક્ષિત પ્લોટ પર ફાઇવ સ્ટાર હોટલના બાંધકામ માટે ખોટી રીતે મંજૂરી મેળવવાના આરોપમાં મુંબઈ પોલીસની આર્થિક ગુનાખોરી વિંગ (EoW) દ્વારા ધારાસભ્ય વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. મની લોન્ડરિંગનો આ મામલો આનાથી સંબંધિત છે. એવો આરોપ છે કે આનાથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ને મોટું નુકસાન થયું છે.
આ સમાચાર પણ વાંચો : Vibrant Gujarat Global Summit 2024 : PM મોદી દ્વારા દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’નું ઉદઘાટન કરાયું