ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર,
દાઉદ ઈબ્રાહિમની D-કંપની સામે મોટું એકશન લેવામાં આવ્યું છે.
દાઉદના મોટા ભાઈ ઈકબાલ કાસકરની EDએ ધરપકડ કરી છે.
ઠાણે કોર્ટમાં તેની ધરપકડ કરવા અરજી કરવામાં આવી હતી અને કોર્ટે ઈડીને મંજૂરી આપ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.
આ ધરપકડ પાછળ ઈડીનું કહેવું છે કે આવું કરવાથી દાઉદ અને તેના સહયોગી સામે ચાલી રહેલા કેસની તપાસ થઈ શકે.
