News Continuous Bureau | Mumbai
મુંબઈ-અમદાવાદ હાઈવે(Mumbai-Ahmedabad Highway) પર પાલઘર જિલ્લાના(Palghar district) દહાણુ(Dahanu) પાસે આજે સવારે ખાદ્ય તેલના ટેન્કરે(Food oil tanker) પલટી ખાધી હતી, જેને કારણે હાઈવે પર મોટા પ્રમાણમાં તેલ ઢોળાઈ ગયું હતું. આ વાત વાયુવેગે ફેલાતા આજુબાજુના સ્થાનિક રહેવાસીઓ તેલ લેવા દોડી ગયા હતા. હાઈવે પોલીસને(Highway police) તેમના નિયંત્રણમાં લાવતા નાકે દમ આવી ગયો હતો.
હાઈવે પોલીસના જણાવ્યા મુજબ દહાણુ તાલુકાના તવા ગામ પાસે હાઈવે પર 12,000 લિટરનું તેલ ભરેલો ટેન્કર પલટી ખાઈ ગયો હતો. આ ટેન્કર મુંબઈ તરફ જઈ રહ્યો હતો. ત્યારે અચાનક ડ્રાઈવરે(Tanker driver) નિયંત્રણ ખોઈ દીધું હતું અને ટ્રક પલટી ખાઈ ગયો હતો.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ છત્રી રેઇનકોટ કાઢીને રાખજો! મુંબઈમાં આ તારીખ સુધીમાં થશે મેઘરાજાનું આગમન… હવામાન વિભાગની આગાહી…
મુંબઈ-અમદાવાદ વચ્ચેનો હાઈવે અત્યંત વ્યસ્ત હાઈવે ગણાય છે. સવારના પહોરમાં તેલનો ટેન્કર પલટી ખાવાને કારણે હાઇવે પર એક તરફ ભારે ટ્રાફિક જામ(Traffic jam) થઈ ગયો હતો. તો બીજી તરફ રસ્તા પર ઢોળાયેલા તેલને લેવા મટે સ્થાનિકો પોતાના વાસણ લઈને દોડી આવ્યા હતા.
છેલ્લા ત્રણ દિવસમાં આ હાઈવે પર તેલનો ટેન્કર પલટી ખાવાનો આ બીજો બનાવ છે. આ અગાઉ ગુરુવારે પાલઘરમાં મેધવાના ગામ પાસે હાઇવે પર ગેસ ભરેલો ટેન્કર પલટી ખાઈ ગયો હતો.