News Continuous Bureau | Mumbai
ED Raid: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED ) એ બે અલગ-અલગ કેસમાં છેલ્લા 24 કલાકમાં મુંબઈ ( Mumbai ) અને કોલકાતામાં ( Kolkata ) અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. માહિતી અનુસાર, મની લોન્ડરિંગ કેસમાં EDએ મુંબઈના એક બિલ્ડર અને તેના અન્ય સહયોગીઓ સાથે સંકળાયેલા 22 સ્થળો પર દરોડા પાડ્યા છે અને 30 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. આ સિવાય તેની બેંક બેલેન્સ અને ફિક્સ ડિપોઝીટ પણ જપ્ત કરવામાં આવી છે. EDએ સોમવારે (12 ફેબ્રુઆરી) આ માહિતી આપી હતી.
ED અનુસાર, મની લોન્ડરિંગ કેસમાં ( money laundering case ) બિલ્ડરની, તેના ભાગીદારો અને અન્ય સહયોગીઓના 22 સ્થળો પર ગયા અઠવાડિયે દરોડા પાડવામાં આવ્યા હતા. ફ્લેટના સંભવિત ખરીદદારો સાથે છેતરપિંડીના કેસમાં ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ ( PMLA ), 2002ની જોગવાઈઓ હેઠળ આ કાર્યવાહી કરી હતી. 7 ફેબ્રુઆરીના રોજ, ટીમે બિલ્ડરની સાથે જોડાયેલા મુંબઈ અને નવી મુંબઈમાં 22 સ્થળો પર સર્ચ કર્યું હતું.
રાશન કૌભાંડની ( Ration scam ) તપાસના સંદર્ભમાં EDએ આજે અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે…
EDએ એક નિવેદનમાં કહ્યું હતું કે, તેણે આઈપીસી, 1860ની વિવિધ કલમો હેઠળ તલોજા પોલીસ સ્ટેશન અને ચેમ્બુર પોલીસ સ્ટેશન દ્વારા નોંધાયેલી બે એફઆઈઆરના આધારે આ તપાસ શરૂ કરી છે. આ એફઆઈઆરમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બિલ્ડર અને અન્યો દ્વારા સંચાલિત કંપની સુપ્રીમ કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર પ્રાઈવેટ લિમિટેડએ નવી મુંબઈના તલોજામાં એક હાઉસિંગ પ્રોજેક્ટમાં ફ્લેટ ખરીદનારાઓ પાસેથી મોટી રકમ વસૂલ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Maharashtra: મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષોની ગઠબંધન સરકારમાં મારા માટે એક પણ સીટ બચી નથીઃ રાજ્યસભાની ચૂંટણી પહેલા પંકજા મુંડેનું નિવેદન..
એક અહેવાલ મુજબ, EDની તપાસમાં સામે આવ્યું છે કે કંપનીએ નવી મુંબઈના તલોજામાં એક હાઉસિંગ પ્રોજેક્ટમાં 1700 થી વધુ ઘર ખરીદનારાઓ પાસેથી રૂ. 400 કરોડથી વધુની જંગી રકમ એકત્ર કરી હતી. મિડીયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ખરીદદારો પાસેથી મળેલી રકમ બિલ્ડર દ્વારા અંગત લાભ માટે અને પરિવારના સભ્યો સહિત વિવિધ નામે મિલકતો બનાવીને ઉચાપત કરવામાં આવી હતી.
તો બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં કરોડો રૂપિયાના રાશન કૌભાંડની તપાસના સંદર્ભમાં EDએ આજેસવારે (13 ફેબ્રુઆરી) કોલકાતામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય દળોની સાથે આવેલી EDની ટીમોએ સોલ્ટ લેક, કૈખલી, મિર્ઝા ગાલિબ સ્ટ્રીટ, હાવડા અને કેટલાક અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા. તેમણે કહ્યું કે જે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમાં ઉદ્યોગપતિઓ અને કૌભાંડમાં અગાઉ પકડાયેલા આરોપીઓની નજીકના લોકોનો સમાવેશ થાય છે.
 
			         
			         
                                                        