ન્યુઝક્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ,૨૮ ડિસેમ્બર ૨૦૨૧.
મંગળવાર.
મુંબઈના મઢ વિસ્તારમાં લગભગ ૮૩૦ બંગલાના બોકસ નકશા બનાવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. સ્થાનિક માફિયાઓ અને અમુક વગદાર લોકોએ સરકારના જમીનનો રેકોર્ડ રાખનારા ડિપાર્ટમેન્ટ ઓફ લૅન્ડ રેકોર્ડના અધિકારીઓ સાથે મિલીભગત કરીને બોગસ નકશા બનાવ્યા હોવાની માહિતી અધિવેશનમાં આપવામાં આવી છે.
આવા બોગસ નકશા બનાવી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કરનારાઓ સામે સરકાર આકરા પગલા લેશે. આ લોકો સામે સેટલમેન્ટ કમિશનર એન્ડ ડાયરેકટર ઓફ લેન્ડ રેકોર્ડ દ્વારા એક મહિનાની અંદર તપાસ કરીને દોષી સામે આકરા પગલા લેવામાં આવશે એવી માહિતી મહેસુલ મંત્રી બાળાસાહેબ થોરાતે શિયાળુ અધિવેશનમાં આપી હતી.
ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટીને નરીમન પોઈન્ટમાં પોલીસે લીધા અટકાયતમાં. આ છે કારણ; જાણો વિગતે
મુંંબઈના પશ્ચિમ ઉપનગરના મઢ આઈલેન્ડમાં નો ડેવલપમેન્ટ ઝોન, કોસ્ટલ રેગ્યુલેશન ઝોન(સીઆરઝેડ) અને નોન એગ્રીકલ્ચર(એનએ) નિયમનું ઉલ્લંઘન કરીને સમારકામને નામે શ્રીમંતોએ ડિપાર્ટમેન્ટ ઓફ લૅન્ડ રેકોર્ડના અમુક અધિકારીઓને હાથમાં લઈને ૧૯૬૭ના મૂળ નકસાની બોગસ કોપી તૈયાર કરી હતી. આ કરોડો રૂપિયાનો બોગસ કૌભાંડ છે એવો આરોપ વિધાનપરિષદના વિરોધ પક્ષ નેતા પ્રવીણ દરેકરે કર્યો હતો. તેની સામે જવાબ આપતા સમયે બાળાસાહેબ થોરાતે દોષી સામે આકરા પગલા લેવામાં આવશે એવો જવાબ આપ્યો હતો.