ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ,5 અપ્રિલ 2021.
સોમવાર.
મુંબઈ મેટ્રોપોલિટિન રિજન હેઠળ મુંબઈ શહેરમાં આ સપ્તાહે એક લાખ પાવર સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે. આ પાવર સપ્લાય કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યો છે.
ધ મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેકટ્રીસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડ એ નક્કી કરેલા નવા કાયદા મુજબ જે પણ વીજળી ઉપભોક્તા બિલ ભરવા મોડું કરશે અથવા બિલ નહિ ભરે તેમનું હંગામી ધોરણે પાવર કનેક્શન કાપી દેવામાં આવશે. આ કાયદા મુજબ વીજળી વિભાગના અધિકારીઓએ એ તમામ લોકોના ઘરની વીજળી કાપવાની શરૂઆત કરી છે, જેઓ બિલ નથી ભરી શક્યા.
રાજ્યના ઉર્જા મંત્રી નીતિન રાઉતના જણાવ્યા મુજબ,' એમએસઈડીસીએલ નું સંચાલન સુનિશ્ચિત કરવા અને વીજ સંપાદન માટે ના ભંડોળસહિત ના ખર્ચ પુરા કરવા માટે બાકીની વસુલાત મહત્તવપૂર્ણ છે.' બીજી તરફ વિપક્ષના નેતાઓ સરકારની આ કાર્યવાહીનો સખત વિરોધ કર્યો છે.