ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર 2021
સોમવાર.
બોરીવલીમાં શનિવારે એક હાઈરાઈઝ બિલ્ડિંગના 10 માળા પરના ફલેટની બાલ્કનીમાંથી પડીને 11 વર્ષની હેતવી મહેતાનું પડી જવાથી મૃત્યુ થયું હોવાનો આઘાતજતક બનાવ બન્યો હતો. પરિવારમાં એકમાત્ર પુત્રી હોવાથી આ દુઘર્ટનાથી પરિવારના માથે આભ તૂટી પડયું હતું.
હેતવી બાલકનીમાં ઊભી રહીને સ્કૂલનુ ક્રાફ્ટ વર્ક કરી રહી હતી. ત્યારે અજાણતામાં જ તેનાથી જાળી પણ કપાઈ ગઈ હતી. જોકે તે બાલ્કનીમાંથી કેવી રીતે નીચે પડી ગઈ તેની જાણ થઈ શકી નથી. અહીં કેમેરા બેસાડવામાં આવેલા ન હોવાથી તે કેવી રીતે પડી ગઈ તે સમજી શકાયુ ન હોવાનું પોલીસે કહ્યું હતું. બાલ્કનીમાં ગ્રીલ પણ બેસાડી નહોતી.
પોલીસના કહેવા મુજબ હેતવી બિલ્ડિંગના 10માળે તેની માતા અને ગ્રાન્ડ પેરેન્ટસ સાથે રહેતી હતી. શનિવારે સાંજે લગભગ પોણા પાંચ વાગ્યાની આસપાસ તે ઉપરથી નીચે આવીને પડી હોવાનું અમુક લોકોએ આંખે જોયું હતું. જોકે બિલ્ડિંગના ગાર્ડે તેને ઓળખી શકી નહોતી.
હેતવીને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ તે પહેલા જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. પોલીસે આવીને ઘરે ઘરે જઈને બાળકની તપાસ કરી હતી. જયારે દસમા માળે હેતવીના ઘરે પહોંચ્યાં ત્યાં સુધી તેના પરિવારને આ બનાવની જાણ નહોતી. દુઘર્ટના સમયે તેની માતા પણ બહાર હતી. છઠા ધોરણમાં ભણતી હેતવી તેના પરિવારનું એકમાત્ર સંતાન હતી.
ઠંડા ઠંડા કુલ! વેસ્ટર્ન રેલવેના પ્રવાસીઓને થશે રાહત. હવે એક જ દિવસમાં આટલી એસી લોકલ ટ્રેન દોડશે.
હેતવી બાલ્કનીમાંથી કઈ રીતે પડી તે ચોક્કસ રીતે જાણી શકાયુ નથી. પોલીસ સોસાયટીના તથા આજુબાજુમાં લાગેલા સીસીટીવી તપાસી રહી છે.