મેટ્રો કાર શેડની જગ્યાને લઈ ફરી વિવાદ, પર્યાવરણપ્રેમીઓએ ફરી ચડાવી બાંયો; જાણો શુ છે સમગ્ર મામલો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,

શનિવાર,

મેટ્રો-3ના પ્રસ્તાવિત કારશેડના જગ્યા માટેનો 2014ની સાલથી ચાલી રહેલો વિવાદ ફરી ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એવી શક્યતા છે. આરે કોલોનીમાં આવેલી કારશેડની જગ્યાનું હજી સુધી સ્થળાંતર થયું ન હોવાથી આરેમાંથી આ કારશેડ હટાવવા માટે ફરી લડવા પર્યાવરણપ્રેમીઓએ કમર કસી લીધી છે. રવિવારે આરેના પિકનીક પોઇન્ટ પર સવારના 10 વાગ્યાની આસપાસ પર્યાવરણ પ્રેમીઓ મોર્ચો કાઢવાના છે.

આરેમાં મેટ્રો-3નો કારશેડ ઊભો કરવાનો નિર્ણય ભાજપ-શિવસેના યુતિ સરકાર વખતે લેવાયો હતો. આ નિર્ણય સામે શરૂઆતથી પર્યાવરણવાદીઓ વિરોધ કરી રહ્યા હતા. શિવસેનાએ પણ તેની સામે વિરોધ કર્યો હતો.  શિવસેના-ભાજપ છૂટ્ટા પડ્યા પછી શિવસેનાએ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે.  

મુંબઈમાં કોરોના નિયંત્રણમા. માર્ચ મહિનાથી મુંબઈની તમામ સ્કૂલો ઓફલાઈન શરૂ; જાણો વિગત

બે વર્ષ પહેલા રાજ્ય સરકારે આરેને બદલે કાંજુરમાર્ગ માં મેટ્રો-3નું કારશેડનું સ્થળાંતર કરવાનું વચન આપ્યું હતું. જોકે કાંજુરમાર્ગના કારશેડની જગ્યાની માલિકીનો વિવાદ કોર્ટ સુધી પહોંચી ગયો છે. તેથી હાલ આરેમાથી કારશેડને હટાવવાની કોઈ હિલચાલ જણાતી નથી. તેમ જ આરેની મેટ્રો કારશેડની જગ્યામાં પણ ચોરીછૂપેથી કામ ચાલી રહ્યું હોવાનો આરોપ પર્યાવરણપ્રેમીઓ કરી રહ્યા છે.

હાલ આરેમાં મેટ્રો-3નના કારશેડની જગ્યા પર બેરિકેટ્સ નાખવામાં આવી રહ્યા છે. આ વિષય પર બાંધકામ ખાતા પાસેથી કોઈ જવાબ નહીં મળતા પર્યાવરણપ્રેમીઓ ઉશ્કેરાઈ ગયા છે. રાજ્ય સરકાર પાસેથી આ બાબતે જવાબ પણ માગ્યો છે. સરકાર તરફથી કોઈ પ્રતિસાદ મળતો ન હોવાને કારણે પર્યાવરણવાદીઓએ રવિવારે સવારના આરે કોલોનીમાં આંદોલન કરવાના છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More