News Continuous Bureau | Mumbai
મુંબઇમાં(Mumbai) ફ્લેટના વેચાણ માં(flat sale) છેતરપિંડી(Fraud) કરનારા 5 બિલ્ડરોની ત્રણ અલગ-અલગ કેસમાં મુંબઈ પોલીસની(Mumbai Police) ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) ધરપકડ કરી છે. આ બિલ્ડરોએ મકાન ખરીદનારાઓ(House buyers) સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. આ મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.
પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગના (EOW) સૂત્રોના જણાવ્યા અનુસાર, રમાકાંત રામચંદ્ર જાધવ(Ramakant Ramchandra Jadhav) અને તેની શિવાલિક વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડને(Shivalik Ventures Pvt) 60 વર્ષના આરોપી બિલ્ડર મંગેશ તુકારામ સાવંતે જાન્યુઆરી 2008થી એપ્રિલ 2008 વચ્ચે પવઇ પ્રોજેક્ટમાં રૂ. 15 કરોડનું રોકાણ કરવા દબાણ કર્યું હતું. હજી સુધી રોકાણકારોને(investors) તેમના ફ્લેટ મળી શક્યા નથી. આ કારણથી પોલીસે રમાકાંત રામચંદ્ર જાધવની ફરિયાદના આધારે બિલ્ડર મંગેશ તુકારામ સાવંતની(Mangesh Tukaram Sawant) ધરપકડ કરી છે.
આ સમાચાર પણ વાંચો : શાબ્બાશ- ઘરના તાળા તોડનારા ઘરનોકરને 24 કલાકની અંદર દિંડોશી પોલીસે માલમત્તા સાથે ઝડપી લીધો- જાણો વિગત
એક મિડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ બીજા કિસ્સામાં, ફરિયાદી અનિલ હલદણકરે મેસર્સ રાજ આર્કેડ એન્ડ ડેવલપર્સ પ્રા.લિ. સામે ફરિયાદ નોંધાવી છે. તેણે ડેવલપર પાસેથી 14 ફેબ્રુઆરી 2019ના રોજ રાજ શિવગંગા સોસાયટીમાં ફ્લેટ નંબર 206 કાયદેસર રીતે રજીસ્ટર કરાવ્યો હતો અને તેને રૂ. 76 લાખમાં ખરીદયો હતો. અનિલ હલ્દનકરે ચારકોપ પોલીસ સ્ટેશનમાં(Charkop police station) ફરિયાદ નોંધાવી હતી. આ પછી અનિલ હલ્દનકરે હાઈકોર્ટમાં(Highcourt) બિલ્ડર વિરુદ્ધ અરજી કરી હતી. હાઈકોર્ટે આ કેસની તપાસ EOW ને સોંપી હતી. કેસની તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ ફ્લેટ અન્ય કોઈને વેચતા પહેલા અનિલ હલ્દનકરને ફ્લેટ વેચી દીધો હતો અને તે ફ્લેટ પર લોન પણ લીધી હતી. આ કેસમાં પોલીસે આરોપી રાજેશ દામજી સાવલા (53), અશ્વિન મધુસુદન મિસ્ત્રી (59) અને જયેશ વ્રજલાલ રામી (63)ની ધરપકડ કરી છે.
અન્ય એક બનાવમાં ફરિયાદી હરનીત સિંહ અરવિંદ પાલ સિંહ ગાંધી અને અન્ય 29 ફ્લેટ ખરીદનારાઓએ 10 વર્ષ પહેલાં આરોપી બિલ્ડર જયેશ ઠોકરશી શાહ (59) પાસેથી ઓશિવારા અને અંધેરીના હાઉસિંગ પ્રોજેક્ટ(Housing project) 'ગૌરવ લિજેન્ડ'માં ફ્લેટ ખરીદ્યા હતા. તેના બદલામાં ખરીદદારોએ બિલ્ડર જયેશ શાહને 12 કરોડ 14 લાખ 66 હજાર 536 રૂપિયા આપ્યા હતા, પરંતુ બિલ્ડર શાહે હજુ સુધી પ્રોજેક્ટ પૂરો કર્યો નથી, જેના કારણે તે તમામને આજ સુધી ઘર મળી શક્યાં નથી. આ કેસમાં 100થી વધુ ફ્લેટ ખરીદનારાઓ છેતરાયા હોવાની આશંકા છે.
કેસ નોંધાયા બાદ આરોપી બિલ્ડર ફરાર થઈ ગયો હતો. પોલીસની EOW એ 17 જૂને જયેશ શાહની ધરપકડ કરી હતી અને કોર્ટે તેને 27 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. શાહ સામે છેતરપિંડીના 10 કેસ નોંધાયા છે. મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગે છેતરપિંડી કરનારા બિલ્ડરોથી સંબંધિત લોકોને તેમનો સંપર્ક કરવા અપીલ કરી છે.