ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
આજથી ગણેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે અને મુંબઈમાં હજી ૧૪૩ મંડળો પાલિકા પાસેથી પરવાનગી મળવાની રાહ જોઈ રહ્યા છે, તો ૩૮૧ મંડળોની પરવાનગી નકારવામાં આવી છે.
મુંબઈમાં અંદાજે ૧૨,૦૦૦થી વધુ સાર્વજનિક મંડળોમાં ગણેશોત્સવ થાય છે. ૩,૦૦૦થી વધુ મંડળો રસ્તા પર મંડપ બાંધે છે. આ બધાં જ મંડળોએ પાલિકા પાસેથી પરવાનગી લેવી પડે છે. સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસ પાસેથી પણ એનઓસી લેવું પડે છે. આ બધી શરતોમાં અને આવશ્યક દસ્તાવેજો આપવામાં ૩૮૧ મંડળો નિષ્ફળ ગયાં છે.
લાલબાગચા રાજાના આગમનની છડી પોકારાઈ, આ વર્ષે બાપ્પા આવાં આભૂષણો ધારણ કરશે; જુઓ તસવીરો
આ વર્ષે પાલિકા પાસે મંડપ પરવાનગી માટે ૩,૧૦૪ અરજીઓ આવી હતી. કેટલાંક મંડળોએ બે વાર અરજી કરી હતી. છાંટણી પછી આવી ૫૮૪ અરજીઓ બાદ કરાઈ હતી. બાકીની અરજીઓમાંથી ૧,૯૯૬ મંડપની અરજી મંજૂર કરવામાં આવી છે. સહુથી વધુ માટુંગાના ૧૭૪ મંડપોની પરવાનગી નકારવામાં આવી છે. ત્યારબાદ આ યાદીમાં દાદર, માહિમ અને ધારાવીનો સમાવેશ છે.