ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
29 સપ્ટેમ્બર 2020
મુંબઈમાં જૂનથી ઓગસ્ટ માસ દરમિયાન વાઇરસના સંક્રમણમાં વધારો થયો હતો. પરંતુ, મૃત્યુદર ઘટ્યો છે. એવી માહિતી નોંધાયેલા સરકારી આંકડાઓ માંથી મળી છે. નોંધનીય છે કે મુંબઈમાં લોકડાઉન હળવું કરવા ના ચોથા તબક્કા બાદ, સપ્ટેમ્બર માસમાં વાઇરસના ઇન્ફેક્શનમાં 50 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો.. પરંતુ આ ઉછાળો બીમારી વધવાને કારણે નહીં, પરંતુ ટેસ્ટની સંખ્યા વધારવાના કારણે વધી હતી..
સપ્ટેમ્બરના મધ્યભાગમાં એક્ટિવ કેસની સંખ્યા 34000 થઇ હતી અને મહિનાના અંત સુધીમાં આ ઘટનાનો રિકવરી રેટ ઓલ ટાઈમ હાઈ એટલે કે 83 ટકા નોંધાયો હતો. આમ બીએમસી એ માર્ચ થી લઇ જુલાઈ સુધી જેટલા લોકોની કોરોના ટેસ્ટ કરી હતી. તેનાથી વધુ ટેસ્ટ એકલા સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવી હતી ત્યારબાદ સરેરાશ દૈનિક નવા કેસની સંખ્યા 1960 એટલે લગભગ બમણી થઇ ગઇ હતી… પરંતુ 80 ટકા કેસમાં લક્ષણો ન દેખાતા હોવાથી ગયા અઠવાડિયે રિકવરી વેટ 83 ટકા કરતાં વધુ નોંધાયો છે.. જ્યારે સપ્ટેમ્બરમાં દૈનિક મૃત્યુઆંક પણ નીચો ગયો છે..
