154
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ મે ૨૦૨૧
મંગળવાર
મુંબઈમાં વૃક્ષોની છટણી કરવા માટે કૉન્ટ્રૅક્ટર નીમવાનો પ્રસ્તાવ સત્તાધારી શિવસેનાને કારણે રખડી પડ્યો હોવાનો ભાજપ સતત આરોપ કરી રહી હતી. તેમ જ ભાજપે પ્રસ્તાવ મંજૂર નહીં થાય તો પાલિકા પ્રશાસન વિરુદ્ધ ગુનો નોંધવાની ચીમકી પણ આપી હતી. છેવટે પ્રશાસનને ભાજપની સામે નમવું પડ્યું હતું. સોમવારે ટ્રી ઑથૉરિટીની બેઠકમાં વૃક્ષોની છટણી માટે કૉન્ટ્રૅક્ટર નીમવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો. એથી બહુ જલદી મુંબઈના રસ્તા પર પડી રહેલાં વૃક્ષો હટાવાનું કામ ચાલુ થઈ જશે. ચોમાસાના આગમન પહેલાં શહેરમાં રહેલાં જોખમી વૃક્ષોની અને તેની ડાળખાંઓની છટણી કરવાનું કામ ચાલુ થઈ જશે.
You Might Be Interested In