ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,6 જાન્યુઆરી 2022
ગુરુવાર.
મુંબઈ શહેર માટે ખતરાની ઘંટી વાગી ગઈ છે. કોરોના ની પહેલી તેમજ બીજી લહેર માં એક દિવસમાં જેટલા કેસ નોંધાતા તેટલા કેસ ત્રીજી લહેરમાં નોંધાઈ ગયા છે. મુંબઈ મહાનગર પાલિકાએ જાહેર કરેલા આંકડા મુજબ ગત ૨૪ કલાકમાં મુંબઈ શહેરમાં 20 હજારથી વધુ કોરોના નવા કેસ નોંધાયા છે.
મળતી વિગત મુજબ ૨૦૧૮૧ નવા કેસ નોંધાયા છે. મુંબઈ શહેરમાં કુલ ૮૦ હજાર લોકોને અત્યારે કોરોના થયેલ છે. આ આંકડો નાનોસુનો ના કહેવાય. ગત ૨૪ કલાકમાં કોરોના ને કારણે ચાર લોકોના મૃત્યુ થયા છે.
હાલ આરોગ્ય તંત્ર સતર્ક છે પરંતુ પરિસ્થિતિ વિકટ છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરે જાહેરાત કરી હતી કે જે દિવસે મુંબઈ શહેરમાં 20 હજારથી વધુ કેસ નોંધાશે તે દિવસે મુંબઈમાં lockdown લાગુ કરવામાં આવશે. જોકે અત્યાર સુધી એવી કોઇ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ મુંબઈ શહેર પર ખતરો યથાવત્ છે.