News Continuous Bureau | Mumbai
મુંબઈ ટ્રાફિક પોલીસે(Mumbai Traffic police) હવે દર અઠવાડિયાના બુધવારે મુંબઈમાં ધ્વનિ પ્રદૂષણ(noice pollution)નો રોકવા માટે “નો હોંક ડે”(No Hornk Day)ની ઝુંબેશ હાથ ધરવાની છે.
વિકાસની સાથે જ વાતાવરણમાં પ્રદૂષણની સાથે જ ધ્વનિ પ્રદૂષણ(Mumbai noice pollution) પણ વધી રહ્યું છે. મુંબઈ પોલીસે ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે ગયા અઠવાડિયે એક દિવસ સાંજના સમયે "નો હોંક ડે" ઝુંબેશ હાથ ધરી હતી. એ દરમિયાન વાહનના હોર્ન વગાડવા પર પ્રતિબંધ હતો. હોર્ન વગાડનારાને મુંબઈ ટ્રાફિક પોલીસ દ્વારા દંડ(fine) ફટકારવામાં આવ્યો હતો. આ ઝુંબેશ ભરપૂર સફળતા મળી હતી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં BMC નો 100 ટકા નાળાસફાઈનો પોકળ દાવો -જુઓ વિડિયો
તેથી મુંબઈ ટ્રાફિક પોલીસે હવે દર અઠવાડિયે બુધવાર(wednesday)ના સાંજના સમયે “નો હોંક ડે” ઝુંબેશ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. તેની જાહેરાત તેણે સોશિયલ મીડિયા ટ્વીટર પર કરી હતી. તે મુજબ દર બુધવારે મુંબઈમાં સાંજના ફરી જો તમે તમારા વાહનનો હોર્ન વગાડયો તો નજીકની ટ્રાફિક ચોકીમાં ટ્રાફિકના નિયમોની અભ્યાસ કરવા માટે કલાક બેસવાની તૈયારી રાખજો.