Site icon

EVM Row: મુંબઈના ચૂંટણી અધિકારીએ EVM ને OTPથી અનલોક કરી શકાય છે આ થિયરીને નકારી કાઢી, ફેક ન્યુઝ માટે અખબારને માનહાનિની ​​નોટિસ..

EVM Row: મુંબઈ ઉત્તર-પશ્ચિમ લોકસભા મતવિસ્તારમાં EVM સાથે ચેડાં કરવાના દાવાને લઈને રવિવારે ચૂંટણી પંચ દ્વારા મોટો ખુલાસો થયો હતો, જ્યાં રિટર્નિંગ ઑફિસરે ઈવીએમ-ઓટીપી થિયરીને નકારી કાઢી હતી અને ઈવીએમ મશીન સિસ્ટમ વિશે માહિતગાર કર્યા હતા.

EVMs don't need OTP...Defamation case against newspaper over fake news.. Amid controversy now the election officer clears picture

EVMs don't need OTP...Defamation case against newspaper over fake news.. Amid controversy now the election officer clears picture

News Continuous Bureau | Mumbai 

EVM Row:  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારતીય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાતા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન ( EVM ) ને OTP દ્વારા તેને અનલોક કરી શકાય છે તેવા નિવેદનો આપ્યા હતા. તેમજ અમેરિકાના અબજોપતિ ઉદ્યોગપતિ ઈલોન મસ્કના એક નિવેદન જેમાં તેમણે કહ્યું હતું કે ઈવીએમ મશીન હેક કરી શકાય છે. આ નિવેદન બાદ નવા વિવાદ શરુ થયો હતો. જેમાં હવે આ અંગે મુંબઈ ઉપનગરીય જિલ્લા ચૂંટણી અધિકારીએ મોબાઈલ અને OTP નો ઉપયોગ કરીને ઈવીએમ લોક ખોલવાની શક્યતાને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. 

Join Our WhatsApp Community

મુંબઈ ઉપનગરીય ચૂંટણી અધિકારી ( Election Officer ) વંદના સૂર્યવંશીએ મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક ( Mumbai North West Lok Sabha seat ) પરથી એનડીએના ઉમેદવાર રવિન્દ્ર વાયકરની 48 મતોથી જીત અંગે ઊભા થયેલા પ્રશ્નો પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. વંદના સૂર્યવંશીએ મિડીયા સાથે વાતચીત કરતા નિવેદન આપતા કહ્યું હતું કે, EVM અનલોક ( EVM Unlock ) કરવા માટે કોઈ OTPની જરૂર નથી. સૂર્યવંશીએ ( Vandana Suryavanshi  ) આગળ કહ્યું હતું કે, ઈવીએમને અનલોક કરવા માટે કોઈ મોબાઈલ ઓટીપીની જરૂર નથી. કારણ કે તે નોન-પ્રોગ્રામેબલ ફંક્શન છે. તેમાં અદ્યતન તકનીકી સુવિધાઓ છે અને EVM પર કોઈ સંચાર ઉપકરણ નથી. આ ટેકનિકલી ફુલ પ્રૂફ સિસ્ટમ છે. EVM એક સ્વતંત્ર સિસ્ટમ છે. આમાં OTPની જરૂર નથી. મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠકના ચૂંટણી ( Lok Sabha Elections ) પરિણામો અંગે ભ્રામક લેખ પ્રકાશિત કરવા બદલ ચૂંટણી પંચે ( ECI )  ‘મિડ ડે’ અખબાર સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

EVM Row: રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે અનેક પ્રશ્નો મૂક્યા હતા…

વાસ્તવમાં, મિડ ડે ( Mid Day ) અખબારમાં પ્રકાશિત અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, મુંબઈ નોર્થ વેસ્ટમાંથી જીતેલા શિવસેનાના ઉમેદવાર રવિન્દ્ર વાયકરના સંબંધી પાસે મોબાઈલ ફોન હતો જે ઈવીએમને અનલોક કરી શકે છે. તેમાં ઓટીપી આવતો હતો. આ મોબાઈલ 4 જૂને તેની પાસે હતો. મિડ ડેના આ અહેવાલને શેર કરતી વખતે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેમાં પૂછવામાં આવ્યું હતું કે એનડીએ ઉમેદવારના સંબંધીનો મોબાઈલ ઈવીએમ સાથે કઈ રીતે કનેક્ટ થયો ? મતોની ગણતરી કરી રીતે કરવામાં આવી? મોબાઈલ ફોન મતગણતરી કેંદ્રની અંદર કેવી રીતે પહોંચ્યો? એવા ઘણા પ્રશ્નો છે જે શંકા ઉત્પન્ન કરે છે. શું આ વિશે કેન્દ્રીય ચૂંટણી પંચે ખુલાસો આપવો જોઈએ કે નહિં? વગેરે પ્રશ્નો રાહુલ ગાંધી અને વિપક્ષો તરફ ઉભા થયા હતા.

આ સમાચાર  પણ વાંચો : Opposition Leader : વિપક્ષના નેતા બનવા માટે 10 ટકા સાંસદોની જરૂર કેમ પડે છે, લોકસભામાં વિપક્ષના નેતાનું પદ કેટલું શક્તિશાળી?

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વધુ ગંભીર વલણ અપનાવ્યું અને નિવેદન આપતા કહ્યું હતું કે, ભારતમાં EVM એક બ્લેક બોક્સ છે, અને કોઈને તેને તપાસવાની મંજૂરી નથી. તેથી દેશની ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાને લઈને ગંભીર ચિંતાઓ કરવામાં આવી રહી છે. જ્યારે સંસ્થાઓમાં જવાબદારીનો અભાવ હોય છે, ત્યારે લોકશાહી ઢોંગી બની જાય છે અને છેતરપિંડીની શક્યતા વધી જાય છે. જો કે, હવે ચૂંટણી પંચે પોતાનું સ્ટેન્ડ રજૂ કરતાં સ્પષ્ટ કર્યું છે કે ઈવીએમને કોઈપણ પ્રકારના ઓટીપીની જરૂર નથી અને ઈવીએમ મશીનને કોઈ અનલોક કરી શકે તેમ નથી. 

નોંધનીય છે કે, શિવસેનાના ઉમેદવાર રવિન્દ્ર વાયકરે 48 મતોથી જીત મેળવી હતી. તેમણે શિવસેનાના યુબીટી ઉમેદવાર અમોલ કીર્તિકરને હરાવ્યા છે. આ બાદ, કીર્તિકર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ મતગણતરીમાં 1 વોટથી આગળ હતા. બાદમાં રિકાઉન્ટમાં તેઓ 48 વોટથી હારી ગયા હતા. શિવસેનાના ઉમેદવાર ગજાનંદ કીર્તિકર 2014 અને 2019માં આ બેઠક પરથી જીત્યા હતા. 2024ની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેએ ગજાનંદ કીર્તિકરના પુત્ર અમોલ કીર્તિકરને આ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Gold Price Fall: સોનાના ભાવ ૮૦,૦૦૦ સુધી ગગડી શકે છે, જાણો એક્સપર્ટ શું કહે છે.
Mumbai crime news: મુંબઈમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: વેપારીને બેભાન કરીને ₹૧૦ લાખના સોના-હીરાના દાગીના ચોરનાર મહિલા પકડાઈ
Mumbai rape case: મુંબઈમાં સાર્વજનિક શૌચાલયમાં સગીરા પર બળાત્કાર,આરોપી ની ધરપકડ
Mumbai bus accident: મુંબઈના દાદર વિસ્તાર માં બેસ્ટ બસ સાથે ગમખ્વાર અકસ્માત એકનું મૃત્યુ, ચાર ગંભીર રીતે ઘાયલ
Exit mobile version