News Continuous Bureau | Mumbai
કાંદિવલી(Kandivali)ના સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પૂલ(Sardar VallabhBhai Patel)નું થોડા સમય પહેલાં જ ઉદ્ઘાટન થયું છે. જોકે હવે અમુક દિવસની અંદર જ અહીં એક દુર્ઘટના બનવા પામી છે. મુંબઈ મહાનગરપાલિકા(BMC)ના ભુતપૂર્વ કર્મચારી એવા એક વ્યક્તિનું સ્વિમિંગ પૂલ(swimming pool) માં મૃત્યુ થયું છે. ૭૫ વર્ષ નો આ વ્યક્તિ અહીં છેલ્લા લાંબા સમયથી સ્વિમિંગ કરવા માટે આવી રહ્યો હતો. જોકે સ્વિમિંગ કરતા સમયે અચાનક જ તેનો શ્વાસ રૂંધાવા માંડ્યો. તેમની તબિયત ખરાબ છે તેવું જાણતા જ લાઈફ ગાર્ડે તેમને તરત બહાર કાઢ્યા હતા. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું. પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવ્યું છે કે આ મૃત્યુ હાર્ટ એટેકને કારણે હોઈ શકે છે. જો કે આ સંદર્ભે વધુ તપાસ ચાલુ છે.
આ સમાચાર પણ વાંચો : નુપુર શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટે લક્ષ્મણ રેખા ઓળંગી દીધી-117 હસ્તીઓએ CJIને લખ્યો ઓપન લેટર-કહી આ વાત