ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
14 જાન્યુઆરી 2021
મુંબઈ મહાનગરપાલિકાએ કોરોના રસીકરણ માટેની તમામ તૈયારી કરી લીધી છે. આ રસીકરણ 16 જાન્યુઆરીથી 9 કેન્દ્રો પર શરૂ થશે. આ ઉપરાંત રસીકરણ કેન્દ્રોને વિસ્તૃત કરવા માટે aવધુ છ સ્થળોએ 15 જાન્યુઆરીએ ડ્રાય રન યોજવામાં આવશે. આ દરમિયાન, મેયર કિશોરી પેડનેકરે ટિપ્પણી કરી હતી કે આજે મુંબઈમાં કોરોના રસીનો ડોઝ આવ્યા પછી કળિયુગમાં 'સંજીવની' મળી હોય એમ લાગે છે.
પ્રથમ તબક્કા પછી 16 મી જાન્યુઆરીએ ફ્રન્ટલાઈન સ્ટાફને બીજા તબક્કામાં રસી આપવામાં આવશે, ત્યારબાદ ત્રીજા તબક્કામાં પચાસ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો તેમજ જોખમી બીમારીઓ ધરાવતા વ્યક્તિઓને રસી આપવામાં આવશે.
રસીકરણ પછી પણ, નાગરિકોએ માસ્ક, સામાજિક અંતર અને નિયમિત હાથ ધોવાનાં નિયમોનું પાલન કરવું પડશે. એમ મૅયરે જણાવ્યું હતું.
# હવે પ્રશ્ન થશે કે આ રસી કઈ રીતે મેળવી શકાય..??
★ પ્રથમ કોવિન એપ પર આધારકાર્ડ દ્વારા નોંધણી કરાવવાની રહેશે.
★ લાભાર્થીઓને તેમન મોબાઇલ નંબર પર એક એસએમએસ મળશે.
★ તેઓને રસીકરણના દિવસ, સમય અને સ્થળ વિશે માહિતગાર કરવામાં આવશે.
★ પ્રથમ ડોઝ પછી 28 દિવસ પછી બીજા ડોઝની જાણ કરવામાં આવશે.
★ બંને ડોઝ પૂર્ણ થયા પછી ડિજિટલ સર્ટિફિકેટની એક લિંક મોકલવામાં આવશે.
