News Continuous Bureau | Mumbai
Blood Donation Camp: કાંજુરમાર્ગ પોલીસે કોઈપણ નિયમનું પાલન ન કરવા બદલ તેમજ અનઅધિકૃત રક્તદાન શિબિરનું આયોજન કરવા બદલ સોલાપુર ટ્રસ્ટ ( Solapur Trust ) સાથે સંકળાયેલ પાંચ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC), બાંદ્રા (પૂર્વ) ખાતે તૈનાત ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન ( FDA ) નિરીક્ષક દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓએ કથિત રીતે 24 ફેબ્રુઆરીએ કાંજુરમાર્ગના ( Kanjurmarg ) સાંઈબાબા પિમ્પલેશ્વર મંદિરમાં રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું.
FDA નિરીક્ષકે એક નિવેદનમાં ખુલાસો કર્યો હતો કે, આરોપીઓએ શિબિર દરમિયાન રક્તદાતાઓને સ્માર્ટ ઘડિયાળોનું વિતરણ કર્યું હતું અને પુણેની રક્તદાન બેંક વતી આ કાર્યક્રમ થતો હોવાનો ડોળ કર્યો હતો. જો કે, ચકાસણી પર, એવું જાણવા મળ્યું હતું કે આરોપીઓ ઉક્ત બ્લડ બેંક ( Blood Bank ) સાથે સંકળાયેલા ન હતા, જેના કારણે આ છેતરપિંડીની પ્રવૃત્તિઓની શંકા જતા કાર્યવાહી કરવામાં આવી હતી.
આ રક્તદાન શિબિરમાં આરોપીઓ સ્માર્ટ ઘડિયાળો ( Smart watches ) ઓફર કરીને દાતાઓને લલચાવતા હતા..
આ રક્તદાન શિબિરમાં આરોપીઓ સ્માર્ટ ઘડિયાળો ઓફર કરીને દાતાઓને લલચાવતા હતા. તેમજ વધુમાં ખુલાસો થયો છે કે, રક્તદાન શિબિરમાં હાજર આરોપીઓ પ્રમાણિત તબીબી અધિકારીઓ, નર્સો અથવા ટેકનિશિયન નહોતા, જે રકત દાતાઓની સલામતી અને કાયદેસરતા અંગે પણ ચિંતા ઉભી કરે છે.
આ સમાચાર પણ વાંચો : Kerala Cockroach In Lungs: કેરળમાં ડૉક્ટરોએ શ્વાસ લેવામાં ગંભીર તકલીફ ધરાવતા દર્દીના ફેફસાંમાંથી વંદો બહાર કાઢ્યો
મિડીયા રિપોર્ટ મુજબ, જ્યારે FDA અધિકારીએ રક્તદાન શિબિર સેન્ટરની ( Blood Donation Camp Centre ) મુલાકાત લીધી હતી. ત્યારે મુખ્ય આરોપીએ પૂણેમાં શાખા ધરાવતા સોલાપુરના મુક્તાઈ બ્લડ સેન્ટરના જનસંપર્ક અધિકારી હોવાનો દાવો કર્યો હતો. તેણે લાયસન્સ અને સ્ટાફ સભ્યોની યાદી પણ રજૂ કરી હતી, પરંતુ FDA દ્વારા તપાસમાં વિસંગતતાઓ જાહેર થતાં, ઉલ્લેખિત સ્ટાફની યાદીમાં અપાયેલા નામો રક્તદાન શિબિર સાથે સંકળાયેલો હોવાનું જણાયું ન હતું. ત્યાર પછી FDA એ તાત્કાલિક પગલાં લેતા, લોકોને ચેતવણી આપી હતી અને અનધિકૃત રક્તદાન શિબિર અટકાવ્યું હતું અને આરોપીઓને તાબામાં લીધા હતા.
મળતી માહિતી મુજબ, આ શિબિર દરમિયાન કુલ 28 વ્યક્તિઓએ રક્તદાન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. તમામ માલમુદ્દાને જપ્ત કરતા FDAએ આ ગેરકાયદેસર રક્તદાન શિબિરના જવાબમાં, કાંજુરમાર્ગ પોલીસે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. તેમજ કાંજુરમાર્ગ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષકએ આ મામલે ચાલી રહેલી તપાસની પુષ્ટિ કરી હતી અને આરોપોની ગંભીરતા અને સંપૂર્ણ તપાસની જરૂરિયાત પર ભાર મૂક્યો.