ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૬ એપ્રિલ 2021
શુક્રવાર
શાળાઓની ગુંડાગીરી હવે વધવા માંડી છે. તમામ નિયમ અને કાયદાઓ નેવે મૂકીને તેઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમી રહ્યા છે. મલાડ પૂર્વમાં આવેલી એક ICSE શાળાએ પોતાના એ વિદ્યાર્થીઓને રીઝલ્ટ આપવાથી ઇનકાર કરી દીધો છે જેમણે ફી ભરી નથી. આ ઉપરાંત ફી ન ભરનાર વિદ્યાર્થીઓને ઓનલાઇન શાળામાંથી પણ બહાર કાઢી મુકવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે સરકારનો કાયદો બહુ સ્પષ્ટ છે કે કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીના ભણતરને અસર ન થવી જોઈએ. આ ઉપરાંત આઠમા ધોરણ સુધી કોઇપણ વિદ્યાર્થી નું પ્રમોશન અટકાવી ન શકાય. પરંતુ સરકારી પ્લોટ પર બની બેઠેલી ગેરકાયદેસર નિયમો થી ચાલતી શાળાઓ સરકારના કાયદાઓને ઘોળીને પી ગઈ છે. દુઃખની વાત એ છે કે સ્થાનિક નેતાઓ આ શાળાની સામે કોઈ અવાજ ઉંચકતા નથી કારણ કે ચુંટણી દરમિયાન આ શાળાઓ તેમને ડોનેશન આપે છે. આ ઉપરાંત પોલીટીશ્યનના પત્ર ઉપર સ્કૂલમાં એડમિશન થતા હોય છે. આથી સ્કૂલની ગુંડાગીરી બરકરાર રહે છે.