ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર 2021
શુક્રવાર.
આર્યુવેદ અને આધ્યાતિમક દ્દષ્ટિએ બહુગુણી રહેલી તુલસીના ૫૨,૦૦૦ રોપાનું મુંબઈ માં વેચાણ થયું હતું. આ રોપા પાલિકાના ઉદ્યાન ખાતામાંથી વેચાયા હતા. ધાર્મિક, આધ્યાત્મિક અને આયુર્વેદની દ્રષ્ટિએ બહુઉપયોગી ગણાતી તુલસીને ક્વીન ઓફ હર્બ્સ એટલે ઔષધોની રાણી તરીકે ઓળખવામાં આવે છે.
મુંબઈમાં પાલિકાની જુદી જુદી નર્સરીમાંથી અત્યાર સુધી બાવન હજાર તુલસીના રોપા વેચાયા છે. કોવિડ કાળમાં પણ સામાજિક કાર્યક્રમ દરમિયાન તુલસીના રોપાનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું.
તુલસી વનસ્પતિ નું શાસ્ત્રીય નામ ‘ઑસિમમ સંકટમ’ છે. ફુદીનાના કુળની એક સુગંધી વનસ્પતિ તરીકે તે ઓળખાય છે. એશિયા, યુરોપ અને આફ્રિકા ખંડમાં મોટા પ્રમાણમાં તુલસી મળી આવે છે. અહીં લગભગ ૩૦થી ૧૨ સેન્ટીમીટર ઊંચાઈ સુધી છોડ ઉગે છે. તુલસીના છોડવા સામાન્ય રીતે ૩૦થી ૧૨૦ સેન્ટીમીટર સુધી ઉંચા થાય છે.
તેના બહુગુણી ફાયદાને કારણે તેને આયુર્વેદમાં સ્થાન આપવામાં આવ્યું છે. આરોગ્યની દ્રષ્ટિએ તેના અનેક ફાયદા છે. લોહીના શુદ્ધિકરણ, ઓક્સિજન પુરવઠો સહિત અનેક ગંભીર બીમારીમાં તે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તેથી જ ભારતીય સંસ્કૃતિમાં તેને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે.
તુલસીની ભારે ડીમાન્ડને પગલે પાલિકાના ઉદ્યાન ખાતા આવતી નર્સરી અને રાણીબાગની નર્સરીમાંથી માત્ર એક રૂપિયાના દરે વેચવામાં આવ્યા હતા.