News Continuous Bureau | Mumbai
અનેક વખતે લોકો પોલીસમાં ફરિયાદ કરવા માંગતા હોય છે, પરંતુ પોતાનું નામ આવી જશે એવે ડરે તેઓ પોલીસ સમક્ષ ફરિયાદ(Police complaint) કરવા આગળ આવતા નથી. જોકે હવે ફરિયાદ કર્યા બાદ પણ તમે તમારું નામ ગુપ્ત રાખી શકશો. એટલે કે તમે ફરિયાદ કરી છે તે કોઈ જાણી શકશે નહીં.
સિટિઝન્સ વેલ્ફેર ગ્રુપ મુંબઈ નોર્થ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ફોરમ (MNCDF) દ્વારા એક એવું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે, જેના હેઠળ મુંબઈગરા હવે પોતાનું નામ ગોપનીય(Confidential) રાખીને સીધા જ મુંબઈના પોલીસ કમિશનર(Commissioner of Police) સંજય પાંડેને(Sanjay Pandey) ફરિયાદ કરી શકશે.
આ પ્લેટફોર્મના માધ્યમથી નાગરિકો કોઇ પણ કાયદાના ઉલ્લંઘન ની ફરિયાદ સીધા જ પોલીસ કમિશનરને કરી શકશે. ફરિયાદ કરનારી વ્યક્તિનું નામ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. ખાસ કરી આમાં ગેરકાયદે ફેરિયા(Illegal fairies), ફૂટપાથ પર ડ્રગ્સ પેડલર્સ(Drugs peddlers on the sidewalk), ધ્વનિ પ્રદૂષણ(Noise pollution), તરછોડાયેલાં વાહનો બાબતે ફરિયાદ કરી શકાશે. MNCDF દ્વારા ઓનલાઇન ફોર્મ(Online form) તૈયાર કરવામાં આવ્યું છે, જેની લિંક તેમના ટ્વિટર હેન્ડલ(Twitter handle) પર શેર કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : લોકલ ટ્રેન યાત્રીઓ માટે મહત્વના સમાચાર – આવતીકાલે હાર્બર રેલવેના આ સ્ટેશનની વચ્ચે 5 કલાકનો મેગા બ્લોક.. જાણો વિગત અહીં..
આ ફોર્મમાં ઉલ્લંઘન, સ્થળ, ફોટા અથવા વીડિયો, સંબંધિત પોલીસ સ્ટેશન અને પાલિકાનો વોર્ડ સહિતની વિગતો ભરવાની રહેશે. ફરિયાદ નોંધાયા બાદ સંસ્થાના સ્વયંસેવકો સંબંધિત સ્થળની મુલાકાત લેશે અને ફરિયાદની વિશ્ર્વસનીયતાની તપાસ કરશે. આવી બધી વિશ્વસનીય તપાસેલી ફરિયાદો પોલીસ કમિશનરના કાર્યાલય સમક્ષ રજૂ કરવામાં આવશે. ફરિયાદીની સંપર્ક વિગતો સંસ્થાની કાનૂની ટીમ જ ફક્ત જોઇ શકશે. બીજા કોઇને આ નામ જાહેર કરાશે નહીં.
તમારું નામ ગુપ્ત રાખીને પણ હવે પોલીસમાં ફરિયાદ કરી શકશો