ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઓક્ટોબર, 2021
ગુરુવાર.
દહિસરથી ડી.એન.નગર વચ્ચે મેટ્રો-2નું કામ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ઓથોરિટી કરી રહી છે. આ લાઈનનું કામ જોકે જમીન સંપાદન સહિત અનેક કારણોથી અટવાઈ પડ્યું હતું. આદર્શ નગરમાં જમીન સંપાદનનું કામ અટવાઈ પડવાથી અહીં ગર્ડર નાખવાનું કામ લાંબા સમયથી બંધ હતું. છેવટે 40 જેટલા રહેવાસીઓને પર્યાયી જગ્યા આપ્યા બાદ આદર્શ નગરમાં ફરી કામ ચાલુ થયું હતું. ગર્ડર બેસાડવામાં થઈ રહેલા વિલંબને કારણે એટલા વિસ્તારમાં પાટા બેસાડવાનું કામ પણ રખડી પડયું હતું. જોકે હવે અહીં છેલ્લો ગર્ડર બેસાડી દેવામાં આવ્યો છે. તેથી બહુ જલદી અહીં પાટા નખાઈ જશે અને બાકીના કામ પૂરા થઈને અહીં મેટ્રોની ટ્રાયલ ચાલુ થઈ જશે.
આ રૂટ પર પહેલા તબક્કામાં મે મહિનાથી મેટ્રોની ટ્રાયલ ચાલી રહી છે. જોકે આદર્શ નગરના ગર્ડરને કારણે મેટ્રોનું કામ અટવાઈ જતા પૂરા રૂટને ચાલુ કરવામાં વિલંબ થવાનો છે.