News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈ શહેરમાં દર વર્ષે પૂરની સમસ્યા રહે છે. વરસાદના ( Rain ) સમયમાં ઠેકાણે નદી નાળાઓ છલકાઈ જાય છે જેનું પ્રમુખ કારણ છે નાણાઓ અને ગટરોમાં ( drain ) સતત ઠલવાઈ રહેલો કચરો. મુંબઈ મહાનગર પાલિકાએ ( BMC ) હવે આ સંદર્ભે કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે. પાલિકાના અધિકારીએ મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે બહુ જલ્દી અમે નાાળામાં કચરો ફેકનાર લોકોને દંડિત કરવા માટે એક કાયદો બનાવવા જઈ રહ્યા છીએ. ડિસેમ્બરની ત્રણથી 15 તારીખ દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ 1000 મેટ્રિક ટન જેટલો કાદવ અને 140 મેટ્રિક ટન જેટલો કચરો ગટરમાંથી બહાર કાઢ્યો છે. પાલિકાએ જે કચરો બહાર કાઢ્યો છે તેમાં પ્લાસ્ટિકની થેલી થર્મોકોલ અને એવી વસ્તુઓ મળી છે જે ચોમાસા ( Monsoon ) દરમિયાન નદી નાળાને લોક કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Merry christmas: સસ્પેન્સ અને થ્રિલર થી ભરપૂર ફિલ્મ મેરી ક્રિસમસ નું ટ્રેલર થયું રિલીઝ, કેટરીના ને વિજય સેતુપતિ ના લિપલોક સીન એ ખેંચ્યું લોકોનું ધ્યાન
તો મુંબઈ વાસીઓએ હવે પોતાની આ ખરાબ આદત બદલ દંડ ( Penalty ) ચૂકવવો પડશે.