Site icon

Finger in Ice Cream: આઈસ્ક્રીમ ઓનલાઇન મંગાવતા પહેલા ચેતજો! મલાડમાં મહિલાના આઈસ્ક્રીમ કોનમાંથી નીકળી કપાયેલી આંગળી!

મુંબઈના મલાડમાં એક મહિલાએ ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો હતો. મહિલાને આ આઈસ્ક્રીમ કોનની અંદર માનવ આંગળીનો ટુકડો મળ્યો. આ પછી મહિલા તેના નજીકના મલાડ પોલીસ સ્ટેશન પહોંચી અને તેની જાણકારી આપી.

Finger in Ice Cream: Human finger found in ice cream cone ordered from Mumbai shop; cops launch probe

Finger in Ice Cream: Human finger found in ice cream cone ordered from Mumbai shop; cops launch probe

News Continuous Bureau | Mumbai 

Finger in Ice Cream: ઉનાળામાં આઈસ્ક્રીમ બધાને ગમે છે. પરંતુ મુંબઈમાં એક એવી ઘટના સામે આવી છે જે જાણીને તમે હેરાન થઈ જશો. મહાનગરના મલાડ વિસ્તારમાં એક મહિલાએ ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો હતો. જો કે, આ પછી જે થયું તેનાથી બધા આશ્ચર્યચકિત છે.

Join Our WhatsApp Community

Finger in Ice Cream:  આઈસ્ક્રીમમાંથી નીકળ્યો માનવ આંગળીનો ટુકડો 

Finger in Ice Cream: મુંબઈના મલાડ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ એક મહિલાએ દાવો કર્યો છે કે આઈસક્રીમ કોનની અંદરથી માનવ આંગળી મળી આવી છે. મહિલાએ તેની તસવીર શેર કરી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેનું કહેવું છે કે તેણે આઈસ્ક્રીમ ઓનલાઈન ઓર્ડર કરી હતી.

 

વાસ્તવમાં મહિલાએ અડધાથી વધુ આઈસ્ક્રીમ ખાધો. પરંતુ પાછળથી તેને સમજાયું કે કંઈક ખોટું છે, જ્યારે તેણે તપાસ કરી તો તેને આઈસ્ક્રીમમાં લગભગ બે સેન્ટિમીટર લાંબી માનવ આંગળીનો ટુકડો મળ્યો. આ જોઈને મહિલાને નવાઈ લાગી.. જે બાદ મહિલા મલાડ પોલીસ સ્ટેશન પહોંચી હતી. 

Finger in Ice Cream: પોલીસે શરૂ કરી તપાસ

પ્રારંભિક તપાસ અનુસાર, મલાડ પોલીસે યુમ્મો આઈસ્ક્રીમ કંપની વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને આઈસ્ક્રીમને તપાસ માટે મોકલી છે. સાથે જ આઈસ્ક્રીમમાં મળી આવેલા માનવ શરીરના ભાગને એફએસએલ (ફોરેન્સિક)માં મોકલવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે જ્યાંથી આઈસ્ક્રીમ મંગાવવામાં આવ્યો હતો તે જગ્યાની શોધ કરવામાં આવશે. ખાસ કરીને જે જગ્યાએ આઈસ્ક્રીમનું ઉત્પાદન અને પેકીંગ કરવામાં આવ્યું હતું તેની સઘન તપાસ અને પૂછપરછ કરવામાં આવશે. આ ખૂબ જ ગંભીર મામલો છે, તેથી તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો: Kuwait Fire: પ્રધાનમંત્રીએ કુવૈત શહેરમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

મહત્વનું છે કે અત્યાર સુધી ખાદ્ય પદાર્થોમાં કોક્રોચ, ગરોળી અને અન્ય જંતુઓ જોવા મળતા હોવાના અહેવાલો હતા, પરંતુ માનવ શરીરના અંગો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. દરેક જણ આશ્ચર્યમાં છે કે આ કેવી રીતે થઈ શકે છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે.  

Donald Trump: ટ્રમ્પ અને મસ્ક વચ્ચેની કડવાશ દૂર? વ્હાઇટ હાઉસના ડિનર બાદ ટેસ્લાના માલિકે કેમ કહ્યું ‘Thank You’?
Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Exit mobile version