Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Khar Tree Collapse। ખારમાં ઝાડ ધરાશાયી થવાની ઘટનામાં FIR દાખલ નિર્માણ કંપનીની બેદરકારી સામે કાર્યવાહી

Mumbai Khar Tree Collapse। લિંકિંગ રોડ પર રિક્ષા પર વિશાળ ઝાડ પડતા બે સગી બહેનો સહિત ત્રણ યુવતીઓ ગંભીર રીતે ઘાયલ, પોલીસે કન્સ્ટ્રક્શન કંપની સામે ગુનો નોંધ્યો.

Mumbai Khar Tree Collapse। ખારમાં ઝાડ ધરાશાયી થવાની ઘટનામાં FIR દાખલ નિર્માણ કંપનીની બેદરકારી સામે કાર્યવાહી

Mumbai Khar Tree Collapse। ખારમાં ઝાડ ધરાશાયી થવાની ઘટનામાં FIR દાખલ નિર્માણ કંપનીની બેદરકારી સામે કાર્યવાહી

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mumbai Khar Tree Collapse। મુંબઈના ખાર વિસ્તારમાં લિંકિંગ રોડ પર એક નિર્માણાધીન ઈમારતના પરિસરમાંથી વિશાળ ઝાડ ચાલુ ઓટોરિક્ષા પર પડવાની ઘટનામાં પોલીસે આખરે એફઆઈઆર (FIR) નોંધી છે. આ ગંભીર દુર્ઘટનામાં રિક્ષામાં સવાર બે સગી બહેનો સહિત ત્રણ યુવતીઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવતીની ફરિયાદના આધારે પોલીસે નિર્માણ કંપની સામે બેદરકારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઓટોરિક્ષાનો કચ્ચરઘાણ, ૩ યુવતીઓ હોસ્પિટલમાં દાખલ

આ ઘટના લિંકિંગ રોડ પર બેસ્ટ બસ સ્ટોપ પાસે બની હતી. ત્રણ યુવતીઓ રિક્ષામાં બેસીને ખાર તરફ જઈ રહી હતી, ત્યારે અચાનક એક મોટું ઝાડ રિક્ષા પર પડ્યું હતું. ઝાડ એટલું વિશાળ હતું કે રિક્ષાના ઉપરના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સ્થાનિકોની મદદથી ત્રણેયને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, બે યુવતીઓને માથામાં ગંભીર ઈજા હોવાથી તેઓ આઈસીયુમાં (ICU) સારવાર હેઠળ છે, જ્યારે ત્રીજી યુવતીને પગમાં ફેક્ચર થયું છે.

નિર્માણ કંપનીની બેદરકારી સામે ગંભીર આક્ષેપો

પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે નિર્માણાધીન સાઈટ પર સુરક્ષાના પૂરતા પગલાં લેવામાં આવ્યા નહોતા. સાઈટ પર રહેલા ઝાડની યોગ્ય જાળવણી કે ટ્રિમિંગ (Trimming) કરવામાં ન આવતા આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં લઈને કન્સ્ટ્રક્શન કંપનીના જવાબદારો સામે કાયદેસરની તપાસ શરૂ કરી છે. દુર્ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.

BMC અને પોલીસ દ્વારા સંયુક્ત તપાસ

બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) અને પોલીસ હવે એ બાબતની તપાસ કરી રહ્યા છે કે શું આ ખાનગી પરિસરમાં આવેલા ઝાડની છાંટણી માટે અગાઉ કોઈ પરવાનગી લેવામાં આવી હતી કે કેમ. સાઈટ પર સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થયું છે કે કેમ તેની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. મુંબઈમાં પ્રિ-મોન્સૂન કામગીરી વચ્ચે આ પ્રકારની ઘટનાએ લોકોની સુરક્ષા સામે સવાલ ઊભા કર્યા છે.

👉 આ સમાચાર વાચો:
Food Alert। સાવધાન! ટેટી ખાધા પછી ભૂલથી પણ ન ખાશો આ વસ્તુઓ, ફાયદાને બદલે થઈ શકે છે મોટું નુકસાન

Railway Special Drive Divyang Coach દિવ્યાંગ કોચમાં ઘૂસણખોરી સામે રેલવેની લાલ આંખ ૩૩ અનધિકૃત મુસાફરો ઝડપાયા, ₹૬૬,૦૦૦નો તોતિંગ દંડ ફટકાર્યો!
Seawoods Surprise Ticket Checking Drive સીવુડ્સ દારાવે સ્ટેશને રેલવે તંત્રની તવાઈ સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગમાં ૨૩૯ મુસાફરો ઝડપાયા, ₹૧.૧૯ લાખથી વધુનો દંડ વસૂલાયો!
Dahisar Police Recovers Lost Gold Bag દહિસર પોલીસની પ્રશંસનીય કામગીરી રિક્ષામાં ભૂલી ગયેલી ₹૪.૫૦ લાખની સોનાની ચેઇન અને રોકડ ભરેલી બેગ અડધા કલાકમાં પરત અપાવી!
Mankhurd Kidnapped Child Rescued મુંબઈ પોલીસની પ્રશંસનીય કામગીરી માનખુર્દમાંથી અપહરણ થયેલું ૨ વર્ષનું માસૂમ બાળક સહીસલામત મુક્ત, આરોપી દંપતીની ધરપકડ!
Exit mobile version