Site icon

ગત મોડી સાંજે મુંબઈમાં ગમખ્વાર દુર્ઘટના : ઈમારતની આગમાં એક મહિલાનું મૃત્યુ. જુઓ વિડિયો જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવારa
મુંબઈના ખારમાં ગઇકાલે મોડી સાંજે ભીષણ આગની દુર્ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. 

પશ્ચિમ ખારમાં સ્થિત સાત માળની નૂતન વિલા બિલ્ડિંગમાં ગઈકાલે સાંજે સાત વાગે આગ ફાટી નીકળી હતી. જેને બુઝાવવા ૮ ફાયર એન્જિન અને  પાણીના ૭ ટેન્કરો આવી પહોંચ્યા હતા. 

Join Our WhatsApp Community

મુંબઈની બેસ્ટ બસમાં હવે મહિલા કન્ડક્ટરો, જાણો નવી પહેલ વિશે  

ઇમારતમાં ફસાયેલા લોકોને જવાનોએ બચાવવાનું કામ શરૂ કર્યું ,ત્યારે  40 વર્ષની મહિલા હેમા જગવાની રૂમમાં ફસાઈ ગઇ હતી.  જવાનોએ બહાર કાઢી ત્યારે તેની હાલત ગૂંગળામણને કારણે ગંભીર થઈ ગઇ હતી. હોસ્પિટલમાં લઈ ગયા બાદ તેને મૃત જાહેર કરાઈ હતી. 

પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગને કાબૂમાં લેવા માટે 4 કલાકની મહેનત લાગી. શોર્ટસર્કિટને કારણે આ આગ લાગી હતી. આખી ઇમારતમાં ધૂમાડો ફેલાઈ ગયો હોવાથી ફાયર બ્રિગેડના જવાનોએ બ્રિધિંગ અપેરેટસ પહેરીને બચાવ કામ કરવું પડ્યું હતું.

 

Mumbai Cyber Fraud: મુંબઈમાં ગેસ બિલના નામે ₹40 લાખની છેતરપિંડી: ઘાટકોપરના શખ્સ સાથે મોટું સાયબર ફ્રોડ, એક લિંક ક્લિક કરવી પડી મોંઘી
Mira Bhayandar Bar Raid:મીરા-ભાઈંદરમાં બાર પર પોલીસનો દરોડો: ગુપ્ત ભોંયરા જેવી કેવિટીમાંથી 9 યુવતીઓ મળી આવી, માલિક સહિત 13 જેલભેગા
Kurar Fake Passport Racket: કુરારમાં નકલી પાસપોર્ટ રેકેટનો પર્દાફાશ: ટેરર ફંડિંગની આશંકાએ પોલીસ તપાસ તેજ, 22 વર્ષમાં 50 વખત કુવૈતની મુસાફરી
Honeytrap in Mumbai: મુંબઈમાં હનીટ્રેપનો શિકાર બન્યા બેંક મેનેજર: ગોરાઈની હોટલમાં ₹4.25 લાખની લૂંટ, બે મહિલાઓની અટકાયત
Exit mobile version