Site icon News Continuous Bureau | Mumbai

Honeytrap in Mumbai: મુંબઈમાં હનીટ્રેપનો શિકાર બન્યા બેંક મેનેજર: ગોરાઈની હોટલમાં ₹4.25 લાખની લૂંટ, બે મહિલાઓની અટકાયત

Honeytrap in Mumbai: સોશિયલ મીડિયાની મિત્રતા ભારે પડી; દારૂની મહેફિલ બાદ બેંક મેનેજર ઉંઘતા રહ્યા અને મહિલાઓ સોનાની ચેઈન-રોકડ લઈને રફુચક્કર થઈ ગઈ.

Honeytrap in Mumbai: Bank Manager looted of Rupees 4.25 lakh in Gorai hotel; two women detained by police.

Honeytrap in Mumbai: Bank Manager looted of Rupees 4.25 lakh in Gorai hotel; two women detained by police.

News Continuous Bureau | Mumbai

Honeytrap in Mumbai:  મુંબઈના એક બેંક મેનેજરને સોશિયલ મીડિયા પર અજાણી યુવતી સાથે દોસ્તી કરવી મોંઘી પડી છે. વરલીમાં રહેતા 43 વર્ષીય બેંક મેનેજરને બે મહિલાઓએ હનીટ્રેપમાં ફસાવીને ₹4.25 લાખની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. ગોરાઈ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને બે મહિલાઓની અટકાયત કરી છે.મળતી માહિતી મુજબ, મેનેજરનો સંપર્ક સોશિયલ મીડિયા પર એક મહિલા સાથે થયો હતો જેણે પોતાની ઓળખ હિમાચલની રહેવાસી તરીકે આપી હતી. અંધેરીમાં પ્રથમ મુલાકાત બાદ, મહિલાએ મેનેજરને ગોરાઈની એક હોટલમાં મળવા માટે બોલાવ્યા હતા. જ્યારે મેનેજર બોરીવલી પહોંચ્યા ત્યારે આ મહિલા તેની એક સહેલીને પણ સાથે લાવી હતી.

Join Our WhatsApp Channel

ગાઢ નિદ્રામાં હતા મેનેજર અને મહિલાઓએ હાથ સાફ કર્યો

ત્રણેય જણા ગોરાઈની એક હોટલમાં રોકાયા હતા, જ્યાં દારૂની મહેફિલ જામી હતી. મોડી રાત્રે બેંક મેનેજર ગાઢ નિદ્રામાં હોવાનો ફાયદો ઉઠાવીને બંને મહિલાઓ મેનેજરની સોનાની ચેઈન, કિંમતી ઘડિયાળ અને રોકડ સહિત કુલ ₹4.25 લાખનો મુદ્દામાલ લઈને વહેલી સવારે ભાગી ગઈ હતી. સવારે જાગ્યા બાદ મેનેજરને પોતે લૂંટાયા હોવાનો અહેસાસ થયો હતો.

આ સમાચાર પણ વાંચો : Mira Bhayandar:મીરા-ભાઈંદરમાં નજીવી બાબતે MBMC બસના ડ્રાઈવરને લોહીલુહાણ કરાયો, બસમાં ઘૂસીને 6 શખ્સોએ મચાવ્યો આતંક

બદનામીના ડરથી ફરિયાદ કરતા અચકાતા હતા

સામાજિક પ્રતિષ્ઠા અને બદનામીના ડરથી બેંક મેનેજર શરૂઆતમાં પોલીસ ફરિયાદ કરવા તૈયાર નહોતા. જોકે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ મહિલાઓ રીઢા ગુનેગાર છે અને તેમણે અગાઉ કાશીમીરા તથા માંડવી વિસ્તારમાં પણ અનેક લોકોને આ જ રીતે શિકાર બનાવ્યા છે. આ જાણીને મેનેજરે હિંમત કરી ગોરાઈ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી.

પોલીસને મોટા રેકેટની આશંકા

ગોરાઈ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ તેજ કરી છે. પોલીસને આશંકા છે કે આ ટોળકીએ હજુ પણ અનેક હાઈ-પ્રોફાઈલ લોકોને પોતાનો શિકાર બનાવ્યા હોઈ શકે છે, પરંતુ સામાજિક ડરને કારણે ભોગ બનનાર લોકો સામે નથી આવી રહ્યા. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે વ્યવહાર કરવામાં સાવચેતી રાખે.

Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Mumbai Cancer Fraud પૂજાપાઠથી કેન્સર મટાડવાનો દાવો કરી વૃદ્ધા સાથે ₹૬૯.૩૦ લાખની છેતરપિંડી, બે ઢોંગી બાબાઓ સામે ગુનો દાખલ
Virar Road Accident જીવદાની માતાના દર્શને જઈ રહેલા માતા અને ૪ વર્ષની બાળકીને ટેન્કરે કચડ્યા, બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત
Exit mobile version