ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
21 સપ્ટેમ્બર 2020
મુંબઈના બલ્લાર્ડ અસ્ટેટ સ્થિત એક્સચેન્જ બિલ્ડિંગના બીજા માળ પર આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઘટના સ્થળે પહોંચેલા ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. હજુ સુધી આગ લાગવાના કારણો સામે આવ્યા નથી. તેમજ જાન-માલ ગુમાવવાના સમાચાર નથી. મુંબઈ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
ઉલ્લેખનીય છે કે આ જ બિલ્ડિંગમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ની ઓફિસ આવેલી છે. આ ઓફિસમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ ચાલી રહી છે. અહીંયા એનસીબી અધિકારીઓ દ્વારા રિયા ચક્રવર્તીના ડ્રગના તમામ વેપારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. તેની ધરપકડ બાદ રિયાએ પણ એક રાત એનસીબી ઓફિસના લોકઅપમાં પસાર કરી હતી.
