News Continuous Bureau | Mumbai
મુંબઈને અડીને આવેલા પાલઘરના બોઈસર વિસ્તારમાં આજે સવારે એક કેમિકલ પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ કંપની પાલઘર જિલ્લાના બોઈસર સ્થિત તારાપુર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં છે. હાલ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.
Update – More visuals of #PalgharFire.
हादसे में एक की मौत। @News18India https://t.co/gSg93emJ36 pic.twitter.com/4l5tgR9fep— Diwakar Singh (@Diwakar_singh31) April 21, 2022
કહેવામાં આવી રહ્યું છે કે આગમાં કેમિકલ કારખાનું સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું છે. આ આગમાં એક વ્યક્તિનું મોત થયું છે. મૃતક આગમાં ફસાઈ ગયો હતો. તે કંપનીમાં પ્રોડક્શન મેનેજર હતો.
આ સમાચાર પણ વાંચો : દિલ્હીમાં કોરોનાએ જડ જમાવી.. સતત ત્રીજા દિવસે 500+ કેસ, સંક્રમણ દરથી વાગી ખતરાંની ઘંટડી; જાણો આંકડા અહીં..
જોકે હજુ સુધી આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અવારનવાર આવી કંપનીઓમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે.