Site icon

પાલઘરના તારાપુર ઔદ્યોગિક વસાહતમાં એક કેમિકલ કંપનીમાં ફાટી નીકળી ભીષણ આગ, કેટલાય કિલોમીટર દુર દેખાયા ધુમાડાના ગોટેગોટા; જુઓ વિડીયો, જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

મુંબઈને અડીને આવેલા પાલઘરના બોઈસર વિસ્તારમાં આજે સવારે એક કેમિકલ પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ  આગના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ કંપની પાલઘર જિલ્લાના બોઈસર સ્થિત તારાપુર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં છે. હાલ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. 

Join Our WhatsApp Community

કહેવામાં આવી રહ્યું છે કે આગમાં કેમિકલ કારખાનું સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું છે. આ આગમાં એક વ્યક્તિનું મોત થયું છે. મૃતક આગમાં ફસાઈ ગયો હતો. તે કંપનીમાં પ્રોડક્શન મેનેજર હતો. 

આ સમાચાર પણ વાંચો : દિલ્હીમાં કોરોનાએ જડ જમાવી.. સતત ત્રીજા દિવસે 500+ કેસ, સંક્રમણ દરથી વાગી ખતરાંની ઘંટડી; જાણો આંકડા અહીં..

જોકે હજુ સુધી આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અવારનવાર આવી કંપનીઓમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે.

Goregaon Kidnapping Attempt:ગોરેગાંવમાં ૯ વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ નિષ્ફળ: ૫૦ વર્ષીય મહિલાની ધરપકડ; બાળકીની હિંમતે ઉકેલ્યો કેસ
Vile Parle Cyber Fraud:વિલે પાર્લેની મહિલા સાથે લોટરીના નામે ₹૧.૧૨ લાખની છેતરપિંડી: KBC અને લક્ઝરી કારની લાલચ આપી ઠગબાજોએ ખિસ્સા ખાલી કર્યા
Mumbai BMC Anti-Encroachment Drive:મુંબઈમાં અતિક્રમણ વિરોધી ઝુંબેશમાં રાજકીય રોડા: કોંગ્રેસના કોર્પોરેટર પર BMC અધિકારીઓને ધમકાવવાનો ગંભીર આક્ષેપ
ED Strikes Hard in Mumbai:મુંબઈમાં EDની મોટી સ્ટ્રાઈક: મની લોન્ડરિંગ કેસમાં ₹૩૪.૫૧ કરોડની ૩૫ મિલકતો જપ્ત
Exit mobile version