Site icon News Continuous Bureau | Mumbai

Vile Parle Cyber Fraud:વિલે પાર્લેની મહિલા સાથે લોટરીના નામે ₹૧.૧૨ લાખની છેતરપિંડી: KBC અને લક્ઝરી કારની લાલચ આપી ઠગબાજોએ ખિસ્સા ખાલી કર્યા

Vile Parle Cyber Fraud:ફેસબુક પર પ્રશ્નોના જવાબ આપી ઈનામ જીતવાની જાળમાં ફસાઈ ૪૭ વર્ષીય મહિલા; પ્રોસેસિંગ ફી અને GST ના નામે પડાવ્યા લાખો રૂપિયા, વિલે પાર્લે પોલીસમાં FIR.

Vile Parle Woman Scammed of ₹1.12 Lakh in KBC Lottery Fraud; Cyber Criminals Lure Victim with Luxury Car and Cash Prize

Vile Parle Woman Scammed of ₹1.12 Lakh in KBC Lottery Fraud; Cyber Criminals Lure Victim with Luxury Car and Cash Prize

News Continuous Bureau | Mumbai
Vile Parle Cyber Fraud: માયાનગરી મુંબઈમાં સાયબર ગુનેગારો હવે ‘કોન બનેગા કરોડપતિ’ (KBC) જેવા લોકપ્રિય શોના નામે નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે. પશ્ચિમ ઉપનગર વિલે પાર્લેમાં રહેતી એક ૪૭ વર્ષીય મહિલાને લોટરીમાં આલીશાન કાર અને લાખોની રોકડ જીત્યા હોવાનું કહી ઠગબાજોએ ₹૧,૧૨,૬૫૦ પડાવી લીધા છે. મહિલાને જ્યારે છેતરપિંડીનો અહેસાસ થયો ત્યારે તેણે વિલે પાર્લે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફેસબુક ક્વિઝ અને નકલી ઈનામની લાલચ

ઘટનાની વિગતો મુજબ, મહિલાએ ફેસબુક પર એક પેજ જોયું હતું જેમાં પ્રશ્નોના જવાબ આપીને ઈનામ જીતવાનો દાવો કરાયો હતો. બે દિવસ સુધી આ નકલી ક્વિઝમાં ભાગ લીધા બાદ મહિલાને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો કે તેણે એક લક્ઝરી કાર અને ₹૮.૫ લાખની રોકડ જીતી લીધી છે. ઠગબાજોએ વિશ્વાસ જીતવા માટે વોટ્સએપ પર નીચે મુજબના નકલી દસ્તાવેજો મોકલ્યા હતા:
લક્ઝરી કારના ફોટા.
બેંકના નકલી ચેક અને વિજેતા હોવાનું પ્રમાણપત્ર.
વિશ્વાસ જીતવા માટે ગુનેગારોના નકલી આધાર કાર્ડ અને પાન કાર્ડ.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : ISRO Income Tax:ટેક્સ ચોરો પર હવે આકાશમાંથી નજર: ISRO ના સેટેલાઈટ પકડશે ખેતીના નામે ‘કાળા ખેલ’

 ટેક્સ અને પ્રોસેસિંગ ફીના નામે ઉઘાડી લૂંટ

મહિલા આ લાલચમાં આવી જતાં ઠગબાજોએ તેને ઈનામની રકમ રિલીઝ કરવા માટે અલગ-અલગ બહાના હેઠળ પૈસા મંગાવવાનું શરૂ કર્યું. પ્રોસેસિંગ ફી, TDS (ટેક્સ) અને GST ભરવાના નામે મહિલા પાસેથી કટકે-કટકે કુલ ₹૧.૧૨ લાખથી વધુની રકમ UPI દ્વારા ટ્રાન્સફર કરાવી લીધી હતી. જ્યારે મહિલાએ તેના પતિને આ વિશે જણાવ્યું, ત્યારે તેમને તુરંત અહેસાસ થયો કે આ એક સાયબર ફ્રોડ (Cyber Fraud) છે અને તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.

પોલીસ તપાસ અને કાયદાકીય કાર્યવાહી

વિલે પાર્લે પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૧૮(૪) (છેતરપિંડી) અને આઈટી એક્ટની કલમ ૬૬(C) તથા ૬૬(D) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ હાલમાં જે મોબાઈલ નંબરો પરથી ફોન આવ્યા હતા તેનું લોકેશન ટ્રેસ કરી રહી છે.જે UPI આઈડી પર પૈસા ટ્રાન્સફર થયા છે તે બેંક ખાતાઓની વિગતો મેળવી રહી છે.પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ અજાણી લોટરી કે KBC ના નામે આવતા ફોન પર વિશ્વાસ ન કરવો અને કોઈને પણ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર ન કરવા.

Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Central Railway Platform Ticket Restriction મધ્ય રેલવેનો મોટો નિર્ણય તહેવારોની ભીડ નિયંત્રિત કરવા મુખ્ય સ્ટેશનો પર આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
BITS Students GPSFree Drone System જ્યાં GPS ફેલ થાય ત્યાં આ ડ્રોન આંખ બનીને ઊડશે! માર્સ મિશનથી સરહદ સુધી પહોંચેલી ભારતીય વિદ્યાર્થીઓની અદભુત શોધ
Canva Layoffs Severance Package આઈટી સેક્ટરમાં છટણી વચ્ચે કેન્વાનો મોટો દાખલો આટલા મહિનાનો પગાર, લિંક્ડઇન પ્રીમિયમ અને હેલ્થકેર કવરેજની જાહેરાત!
Exit mobile version