ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 જાન્યુઆરી 2022
સોમવાર.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ ના ઘાટકોપર વિસ્તારમાં એક ગોડાઉનમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. જે વેરહાઉસમાં આગ લાગી હતી તે ઘાટકોપરના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આવેલું છે. ઘટનાસ્થળ પર હાલમાં ફાયર વિભાગની 8 ગાડીઓ પહોંચી ગઈ છે અને ફાયર વિભાગના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે આ અકસ્માતમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. સો.મીડિયા પર વાયરલ થઇ રહેલા આ આગના વીડિયોમાં જોઈ શકાય છે કે ઝૂંપડપટ્ટીની વચ્ચે જોરદાર આગ લાગી છે. જ્વાળાઓ અને ધુમાડો ખૂબ ઊંચાઈએ વધી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 5 દિવસ પહેલા 28 ડિસેમ્બરના રોજ, મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં સ્થિત એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ત્રણ ગુમ થયેલા લોકોમાંથી બેના મોત થયા હતા. જેમાં એક મહિલા અને એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો
મુંબઈના ઘાટકોપરમાં સ્થિત એક ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયરવિભાગની 8 ગાડી ઘટના સ્થળે પહોંચી; જુઓ વિડીયો #Mumbai #ghatkopar #fire #viralvideo
source : ANI pic.twitter.com/QUuO4uBLNa
— news continuous (@NewsContinuous) January 3, 2022