મુંબઈ: ઘાટકોપરમાં આ હોસ્પિટલ બિલ્ડિંગમાં ફાટી નીકળી ભીષણ આગ, લોકોમાં અફરાતફરી, ફાયર વિભાગ લાગ્યું કામે.. જુઓ વિડીયો..

ઘાટકોપર પૂર્વના સ્ટેશન વિસ્તારમાં આવેલી પારેખ હોસ્પિટલની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી છે. ભીષણ આગને કારણે કેટલાય કિલોમીટર દુર ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.

by Dr. Mayur Parikh
One dead 4 injured in Fire near hospital in Mumbai's Ghatkopar

News Continuous Bureau | Mumbai

ઘાટકોપર ( ghatkopar ) પૂર્વના સ્ટેશન વિસ્તારમાં આવેલી પારેખ હોસ્પિટલની ( parekh hospital ) બિલ્ડીંગમાં ભીષણ આગ ( Fire Breaks Out ) લાગી છે. ભીષણ આગને કારણે કેટલાય કિલોમીટર દુર ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ચારે બાજુ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અગ્નિ જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. જો કે આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, આગ હોસ્પિટલના પહેલા અને બીજા માળે લાગી છે. ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. હોસ્પિટલ બિલ્ડીંગમાં ફસાયેલા નાગરિકો અને દર્દીઓને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલ વિસ્તાર હોવાથી અહીં ભારે ભીડ રહે છે.

આ સમાચાર પણ વાંચો: મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ; વાહનોની લાગી લાંબી કતારો.. જુઓ વિડીયો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More