News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)ના કુર્લા વિસ્તારમાં ભીષણ આગ (Fire) ફાટી નીકળી છે. આ આગ કુર્લા વિસ્તારમાં સ્થિત બહુમાળી ઇમારતમાં (Residential Building) લાગી છે. આ બહુમાળી ઈમારતમાં હાલ અનેક નાગરિકો (people) ફસાયા હોવાની માહિતી બહાર આવી રહી છે.
#BREAKING | Massive fire in a residential building at Mumbai's Tilak Nagar, #Kurla. Many stuck inside. People seen trying to escape through windows. At least 10 fire tenders at spot. #Mumbai #KurlaFire #MumbaiFire pic.twitter.com/v28LqjPyDG
— Subodh Kumar (@kumarsubodh_) October 8, 2022
પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, કુર્લા(Kurla)ના ન્યૂ તિલક નગર(Tilak Nagar) વિસ્તારમાં એક બિલ્ડિંગ(Building)માં આગ લાગી હતી. આ આગનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. જો કે, ધુમાડા(Smoke) ને જોતા એવું લાગે છે કે આગ ખૂબ જ ગંભીર છે. આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : રેલ યાત્રી કૃપયા ધ્યાન દે- દહાણુ રોડ યાર્ડમાં નોન ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કામને પગલે એક-બે નહીં પણ આટલી બધી ટ્રેનો આંશિક રીતે રદ- મુસાફરી કરતા પહેલા ચેક કરો લિસ્ટ
બિલ્ડીંગમાં આગ લાગ્યા બાદ બિલ્ડીંગમાં રહેલી મહિલાઓ અને બાળકો બારી પાસે આવીને મદદ માંગી રહ્યા છે. તો કેટલાક લોકો બારીમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ લોકો દોરડાની પકડ નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફાયર ફાયટર્સ, પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ અને રાહત કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
मुंबई के कुर्ला इलाके की एक इमारत में भीषण आग लग गई है। जिसकी वजह से कई लोग इमारत में फंसे हुए हैं कुछ लोग खिड़की के रास्ते से नीचे उतरने की कोशिश कर रहे हैं। यह लोग रस्सी पकड़ के नीचे उतरने का प्रयास कर रहे हैं। दमकल विभाग की टीम मौके पर#kurlafire #Mumbai #कुर्ला pic.twitter.com/f42Yj2kaik
— Shyamsundar Pal (@ShyamasundarPal) October 8, 2022
આ મકાન રહેણાંક મકાન છે. બિલ્ડીંગમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જો કે પ્રાથમિક અનુમાન મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : BKC ખાતે યોજાયેલી CM શિંદેની દશેરા રેલીના ખર્ચની તપાસ થશે- મુંબઈ હાઈકોર્ટમાં સામાજિક કાર્યકર્તાએ દાખલ કરી અરજી-ઉઠાવ્યા આવા અનેક સવાલ
 
			         
			         
                                                        