News Continuous Bureau | Mumbai
મુંબઈના બાંદ્રા વિસ્તારમાં નરગિસ દત્ત રોડ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં લેવલ 2માં આગ લાગી છે. ઝૂંપડપટ્ટી સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ છે. સમગ્ર વિસ્તારમાં અરાજકતાનો માહોલ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ એક્શનમાં આવી ગઈ હતી. હાલ 10 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે.
કોઈ જાનહાનિના અહેવાલ નથી
રાહતની વાત એ છે કે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની વિગતોની રાહ જોવાઈ રહી છે.
There seems a fire outbreak in bandra.@htTweets @timesofindia @MumbaiPolice please check this.
It's near bandra reclamation. pic.twitter.com/oypR7Y2ka0
— Gaurav Gupta (@Gaurav16Gupta) May 16, 2023
જણાવી દઈએ કે, 13 માર્ચે જ મુંબઈના મલાડ ઈસ્ટના આનંદ નગર વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 800 જેટલી ઝૂંપડપટ્ટી બળીને રાખ થઈ હતી. અહીં 15-20 સિલિન્ડર ફાટ્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ આગને પહેલા લેવલ 2 અને બાદમાં લેવલ 3 જાહેર કરવામાં આવી હતી. આ પહેલા 12 માર્ચે અંધેરીના ઓશિવારા વિસ્તારમાં ફર્નિચર માર્કેટમાં મોટી આગ લાગી હતી. જેમાં 40 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી.