Malad Fire: મુંબઈમાં મલાડની બહુમાળી ઈમારતમાં ફાટી નીકળી આગ, યુવતીએ બાલ્કનીમાંથી કૂદીને બચાવ્યો જીવ, જુઓ વીડિયો.. 

by kalpana Verat
Mumbai: Fire breaks out in a 22-storey building in Malad

News Continuous Bureau | Mumbai

Malad Fire Video: મુંબઈના મલાડમાં આજે એક બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.  માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે રાહતની વાત એ છે કે અગ્નિ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. . 

દરમિયાન આગની ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવતી બાલ્કનીમાંથી નીચે કૂદીને પોતાનો જીવ બચાવતી જોવા મળી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર જે બિલ્ડિંગમાં આગ લાગી તે મલાડ પશ્ચિમના  માલવાણી વિસ્તારમાં જનકલ્યાણ નગરમાં આવેલી છે. બહુમાળી બિલ્ડીંગના મોટાભાગના ફ્લેટમાં પરિવારો રહે છે. સૌ પ્રથમ આગ ઈમારતના ત્રીજા માળે એક બંધ રૂમમાં આગ લાગી હતી, ત્યારબાદ જોતજોતામાં ઉપરના માળે પહોંચી હતી, પરંતુ ટૂંક સમયમાં જ તેને કાબૂમાં લેવામાં આવી હતી. જ્યાં આગ લાગી હતી તે ફ્લેટના રહેવાસીઓ પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. અધિકારીઓ આગના કારણની તપાસ કરી રહ્યા છે. નુકસાનનું મૂલ્યાંકન પણ કરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો: આ મસાલાની કિંમત સામે સોનું અને ચાંદી પણ લાગશે સસ્તું, માત્ર 1 કિલો માટે જરૂર પડે છે 1.5 લાખ ફૂલોની

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment