News Continuous Bureau | Mumbai
ભિવંડી(Bhiwandi)માં માનકોલી નાકા(Mankoli Naka) પાસે કેમિકલના ગોડાઉન(Chemical Godown fire)માં ભીષણ આગ ફાટી નીકળી છે. આગના ધુમાડા ચોતરફ ફેલાઈ જતા ફાયરબ્રિગેડ(fire brigade)ને આગ નિયંત્રણમાં લાવવામાં ભારે જહેમત ઉઠાવી પડી રહી છે. આગ નિયંત્રણમાં આવી નથી. હજી સુધી કોઈ જાનહાનિ ના સમાચાર નથી.
થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ(Thane disaster management)ના જણાવ્યા અનુસાર ભિવંડી ગ્રામીણમાં દાપોડેના માનકોલી નાકા પાસે આવેલી ઇન્ડિયન કોર્પોરેશન કોમ્પ્લેક્સની(Indian corporation complex) બિલ્ડિંગ નંબર 189માં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ગાળા નંબર સાતમાં સવારના 7.30 વાગે આગ ફાટી નીકળી હતી. આ ગાળામાં લાકડાની વસ્તુઓ શાયનિંગ કરવા માટે વાપરવામાં આવતા કેમિકલનો સ્ટોક(Chemical stock) હતો.
#Maharastra Fire incident was reported in 3 godowns in industrial Ara of Bhiwandi town. So far no report of injury and causality@TMCaTweetAway pic.twitter.com/yOh9HNe8DO
— Vinay Tiwari (@vinaytiwari9697) May 18, 2022
આ સમાચાર પણ વાંચો : શાબ્બાશ!! સીસીટીવી ફુટેજના આધારે 48 કલાકની અંદર દહીસર પોલીસે ચેન સ્નેચિંગના આરોપીને ઝબ્બે કર્યા..
સ્થાનિકોએ આ અંગેની જાણ કર્યા બાદ ભિવંડી ફાયર બ્રિગેડ બે ગાડીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અગ્નિશામક દળ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. દરમિયાન, બિલ્ડીંગમાં આગ લાગવાથી આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. અચાનક લાગેલી આગના કારણે થોડો સમય અફરા-તફરી મચી ગઈ હતી. આગ હજી નિયંત્રણમાં આવી નથી. અત્યાર સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી. જોકે આગને કારણે આજુબાજુના ગોડાઉનમાં પણ ભારે નુકસાન થયું હોવાનું જણાયું હતું.