ભિવંડીમાં કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ચારોતરફ આગના ધુમાડા.. જુઓ વિડીયો, જાણો વિગતે

by Dr. Mayur Parikh
At least 14 dead after fire breaks out in Dhanbad apartment

News Continuous Bureau | Mumbai 

ભિવંડી(Bhiwandi)માં માનકોલી નાકા(Mankoli Naka) પાસે કેમિકલના ગોડાઉન(Chemical Godown fire)માં ભીષણ આગ ફાટી નીકળી છે. આગના ધુમાડા ચોતરફ ફેલાઈ જતા ફાયરબ્રિગેડ(fire brigade)ને આગ નિયંત્રણમાં લાવવામાં ભારે જહેમત ઉઠાવી પડી રહી છે. આગ નિયંત્રણમાં આવી નથી. હજી સુધી કોઈ જાનહાનિ ના સમાચાર નથી.

થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ(Thane disaster management)ના જણાવ્યા અનુસાર ભિવંડી ગ્રામીણમાં દાપોડેના માનકોલી નાકા પાસે આવેલી ઇન્ડિયન કોર્પોરેશન કોમ્પ્લેક્સની(Indian corporation complex) બિલ્ડિંગ નંબર 189માં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ગાળા નંબર સાતમાં સવારના 7.30 વાગે આગ ફાટી નીકળી હતી. આ ગાળામાં લાકડાની વસ્તુઓ શાયનિંગ કરવા માટે વાપરવામાં આવતા કેમિકલનો સ્ટોક(Chemical stock) હતો. 

 આ સમાચાર પણ વાંચો : શાબ્બાશ!! સીસીટીવી ફુટેજના આધારે 48 કલાકની અંદર દહીસર પોલીસે ચેન સ્નેચિંગના આરોપીને ઝબ્બે કર્યા..

સ્થાનિકોએ આ અંગેની જાણ કર્યા બાદ ભિવંડી ફાયર બ્રિગેડ બે ગાડીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અગ્નિશામક દળ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. દરમિયાન, બિલ્ડીંગમાં આગ લાગવાથી આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. અચાનક લાગેલી આગના કારણે થોડો સમય અફરા-તફરી મચી ગઈ હતી. આગ હજી નિયંત્રણમાં આવી નથી. અત્યાર સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી. જોકે આગને કારણે આજુબાજુના ગોડાઉનમાં પણ ભારે નુકસાન થયું હોવાનું જણાયું હતું.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More