News Continuous Bureau | Mumbai
સિદ્ધિવિનાયક મેટ્રો સ્ટેશનના મેટ્રો શેડમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. ફાયરની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. દરમિયાન આગના સમાચાર મળતા જ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અહેવાલો અનુસાર આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આપને જણાવી દઈએ કે આ મેટ્રો સ્ટેશન વિશ્વ વિખ્યાત સિદ્ધિવિનાયક ગણેશ મંદિર પાસે નિર્માણાધીન છે.
#સિદ્ધિવિનાયક મેટ્રો સ્ટેશનના #મેટ્રોશેડમાં લાગી #આગ, હવામાં દૂર સુધી દેખાયા #ધુમાડાના ગોટેગોટા.. જુઓ #વિડીયો#Mumbai #Dadar #MumbaiMetro #metroshed #fire #siddhivinayakmetrostation #prabhadevi #newscontinuous pic.twitter.com/pnLbaqDojl
— news continuous (@NewsContinuous) February 14, 2023
સદનસીબે આ ઘટનામાં હજુ સુધી જાનહાનીના અહેવાલ નથી આવ્યા. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરમાં છેલ્લા કેટલાક દિવસેથી અગ્નિ ઘટના સામે આવી રહી છે. ગઈકાલે એટલે કે સોમવારે મલાડના કુરાર વિલેજમાં આગ ફાટી નીકળી હતી. જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Marburg Virus : આફ્રિકાના દેશોમાં ફેલાઈ રહ્યો છે ‘માર્બર્ગ વાયરસ’, વિશ્વ આરોગ્ય સંસ્થાએ બોલાવી બેઠક, જાણો કેટલો જીવલેણ છે.