ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઓક્ટોબર, 2021
બુધવાર.
કુર્લામાં નહેરુ નગરમાં આવેલી રેસિડેન્શિલ સોસાયટીમાં બુધવારે વહેલી સવારે 20થી 25 બાઈકમાં આગ ફાટી નીકળી હતી, જેમાં તમામ બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ નેહરુ નગરમાં આવેલી ધમ્મ સોસાસયટીમાં નીચે મોટરબાઈક પાર્ક કરવામાં આવેલી હતી. બુધવારે વહેલી સવારના તેમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગમાં લગભગ 20થી 25 બાઈક બળીને ખાખ થઈ ગઈ છે. આ બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી કે પછી કોઈ અસમાજિક તત્વએ આ કૃત્ય કર્યું હતું, તેની તપાસ કરવામાં આવી રહી છે.
