News Continuous Bureau | Mumbai
ભાયખલા(વેસ્ટ)માં સાત રસ્તા પર આવેલી ગ્રાઉન્ડ પ્લસ ચાર માળાની ઈમારતમાં મંગળવારે બપોરના અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ભાયખલામાં સાત રસ્તા પર જેકબ સર્કલ નજીક ગ્રાઉન્ડ પ્લસ ચાર માળાની વિઠ્ઠલ નિવાસ બિલ્ડિંગ આવેલી છે. આ બિલ્ડિંગના ત્રીજા માળા પર બપોરના 12. 15 વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી.
આ સમાચાર પણ વાંચો : અરે વાહ! મુંબઈના 13 વિસ્તારના આ રસ્તાઓ સવાર-સાંજ ફક્ત સિનિયર સિટિઝન અને બાળકો માટે રિર્ઝવ, મુંબઈ પોલીસ કમિશનરે લીધો આ નિર્ણય.. જાણો વિગતે
ઘટના સ્થળે ફાયરબ્રિગેડના ત્રણ ફાયર એન્જિન, ત્રણ જેટી પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. જોકે આગનું કારણ જાણી શકાયું નથી . સદનસીબે અત્યાર સુધી આ દુઘર્ટનામાં કોઈ જખમી થયું નહોતું.