ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ડિસેમ્બર 2021
મંગળવાર.
કાંદિવલી(વેસ્ટ)માં આવેલી ગ્રાઉન્ડ પ્લસ સાત માળાની જૂની મ્હાડા બિલ્ડિંગમાં સવારના લાગેલી આગમાં ફસાયેલા 40થી 45 લોકોને હેમખેમ બચાવી લેવામાં ફાયરબ્રિગેડને સફળતા મળી છે.
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ કાંદિવલીમાં જન કલ્યાણ નગરમાં આવેલી ઓલ્ડ મહાડા બિલ્ડિંગના મીટર બોક્સમાં સવારના લગભગ 10.20 વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી. આગને કારણે પૂરી બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. આગથી બચવા અનેક લોકો ટેરેસ પર પહોંચી ગયા હતા.
ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. એ દરમિયાન ટેરેસ પર જીવ બચાવવા દોડી ગયેલા 40થી 45 લોકોને હેમખેમ બહાર કાઢયા હતા. તેમાં પાંચ લોકોને શ્વાસ માં ધુમાડો જતા ગુંગણામણ થઈ હતી. તેથી ત્રણને પાલિકા સંચાલિત હોસ્પિટલ અને બે ને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમામ લોકોની તબિયત હાલ સ્થિર છે.
ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટીને નરીમન પોઈન્ટમાં પોલીસે લીધા અટકાયતમાં. આ છે કારણ; જાણો વિગતે