News Continuous Bureau | Mumbai
બગીચામાં(Garden) લટાર મારવા ગયા હો કે પછી બાળકો રમતા(Children playing) સમયે પડી ગયા અને જો વાગી ગયું તો ઘબરાતા નહીં. ડોક્ટર સુધી પહોંચવા પહેલા જ હવે તમે બગીચામાં જ ફર્સ્ટ એડ કીટથી(first aid kit) તમને પ્રાથમિક સારવાર મળશે.
મુંબઈ મહાનગરપાલિકા(BMC) સંચાલિત બગીચા, ઉદ્યાનમાં(park) ખાનગી સંસ્થા “મેઘા શ્રેય”ના(Megha Shreya) સહયોગથી ફર્સ્ટ એડ કીટ ઉપલબ્ધ થવાની હોવાનું પાલિકાના બગીચા અને ઉદ્યાન વિભાગના ડાયરેક્ટર જીતેન્દ્ર પરદેશીએ(Jitendra Pardeshi) જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાનું પાણી મોંઘું થશે- BMC પાણીના વેરામાં વધારો કરવાની ફિરાકમાં- જાણો વિગતે
મુંબઈના જુદા જુદા બગીચા માટે ખાનગી સંસ્થા(Private organization) દ્વારા 300 કીટ આપવામાં આવી છે. તેથી બગીચામાં લટાર મારવા આવેલા કે વરિષ્ઠ નાગરિકો પછી રમતા સમયે બાળકોને ઈજા થઈ તો હવે અહીં જ પ્રાથમિક સારવાર મળી રહેશે.