Site icon News Continuous Bureau | Mumbai

બીએમસી ચૂંટણીની તૈયારી શરૂ-મુંબઈમાં શિંદે ગ્રુપની આ વિસ્તારમાં પહેલી શાખાનું આજે થશે ઉદ્ઘાટન

News Continuous Bureau | Mumbai

શિવસેનામાં(Shivsena) અભૂતપૂર્વ બળવો પછી એકનાથ શિંદેએ(Eknath shinde) ભાજપ(BJP) સાથે હાથ મિલાવીને રાજ્યમાં સત્તા સ્થાપિત કરી છે. દાદરમાં(Dsdar) શિવસેના ભવનની(Shiv Sena Bhavan) માફક જ પોતાના પક્ષનું ભવન અને શાખા ઓફિસ(Party building and branch office) ખોલવાની જાહેરાત હજી શુક્રવારે કરી હતી અને હવે 24 કલાકની અંદર જ શિંદે ગ્રુપ(Shinde Group) તેની શાખા શરૂ કરવા જઈ રહ્યું છે.

Join Our WhatsApp Channel

મુંબઈમાં શિંદે ગ્રુપની  આ શાખા શિવસેનાના બળવાખોર સાંસદ રાહુલ શેવાળેના(Shiv Sena rebel MP Rahul Shewale) મતવિસ્તાર માનખુર્દમાં(Mankhurd) શરૂ કરવામાં આવવાની છે એવું મીડિયામાં આવેલા અહેવાલ પરથી જણાયું છે. આજે  મુંબઈમાં શિંદે ગ્રુપની પહેલી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવવાનું છે.

આ સમાચાર પણ વાંચો :  આખરે સત્તાધીશો જાગ્યા- મુંબઈમાં મહાપુરુષોના ભીંત ચિત્રો ફરી રંગાયા

એવું માનવામાં આવે છે કે શિંદે જૂથે આગામી મુંબઈ મ્યુનિસિપલ ચૂંટણીની(Mumbai Municipal Elections) તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તેથી જ મુંબઈમાં શિવસેનાની શાખાની માફક શિંદે જુથ પોતાની શાખા ઓફિસ બનાવી રહ્યું છે.

શિવસેનામાં થયેલા બળવા બાદ આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી શિવસેના માટે ઘણી મહત્વની બની રહી છે. બીજી તરફ, આ ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મુંબઈ મહાનગર પાલિકાને શિવસેનાના કબજા હેઠળ લાવવા માટે ભાજપ કમર કસી રહ્યો છે. રાજ્યમાં શિવસેનાના 40 ધારાસભ્યો શિંદે જુથમાં જોડાયા છે. જેમાં મુંબઈના પાંચ ધારાસભ્યો અને એક સાંસદનો સમાવેશ થાય છે.

Mumbai CSMT Custodial Death મુંબઈના CSMT ખાતે RPF કસ્ટડીમાં યુવકનું રહસ્યમય મોત; પરિવારે લગાવ્યા ગંભીર આક્ષેપ, CID તપાસ શરૂ
Mumbra Station Surprise Ticket Checking મુંબ્રા સ્ટેશને રેલવેની ‘સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ’; ૧૫૦ બિનટિકિટ મુસાફરો પાસેથી રૂ. ૬૬,૬૧૫નો દંડ વસૂલાયો
Ganpati Immersion Theft ખાર દાંડામાં ગણપતિ વિસર્જન દરમિયાન થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો; પોલીસે રૂ. ૩.૬૬ લાખનો મુદ્દામાલ કર્યો રિકવર
Railway Special Drive in Divyang Coach દિવ્યાંગ કોચમાં રેલવેની સ્પેશિયલ ડ્રાઇવ; ૩૯ અનધિકૃત પ્રવાસીઓ ઝડપાયા, વસુલ્યો અધધ રૂ. ૭૮,૦૦૦નો દંડ
Exit mobile version