News Continuous Bureau | Mumbai
દિવસેને દિવસે એસી લોકલમા(AC local) પ્રવાસ કરનારાઓની(Commuters) સંખ્યા વધી રહી છે, ત્યારે તમારી પાસે લોકલનો(local train) ફર્સ્ટ કલાસનો(first class) પાસ છે અને તમે પણ હવે એસી લોકલમાં પ્રવાસ કરવા માગો છો તો તમારી માટે સેન્ટ્રલ રેલવે(Central Railway) નવી યોજના લાવી છે. તે હેઠળ તમારા ફર્સ્ટ કલાસના પાસ પર તમે એસી લોકલમાં(AC local train) પ્રવાસ કરી શકો છો.
સેન્ટ્રલ રેલવેમાં આજથી લોકલનો ફર્સ્ટ કલાસનો રેલવે પાસ(Railway pass) તમે એસી લોકલના પાસમાં બદલી શકશો. પ્રવાસીઓએ ભાડાનો તફાવત ટિકિટબારી (ticket window) પર ચૂકવી દેવાનો રહેશે અને તેના બદલામાં એસી પાસ મેળવી લેવાનો રહેશે.
આ સમાચાર પણ વાંચો : વીકેન્ડની મજા માણવા જતા મુંબઈગરા માટે સારા સમાચાર- ગત 36 કલાકથી બંધ મુંબઈની બહાર જતો આ માર્ગ ફરીથી ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો
મીડિયામાં આવેલા અહેવાલ મુજબ સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ(Center for Railway Information System) હેઠળ આ બાબતે પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં સફળતા મળી હતી. તેથી સેન્ટ્રલ રેલવેમા આજથી ફર્સ્ટ કલાસના પાસને એસી લોકલના પાસમાં પરિવર્તિત કરી શકાશે.
વેસ્ટર્ન રેલવેએ(Western Railway) આ બાબતે હજી કોઈ નિર્ણય લીધો નથી અને એવી કોઈ સત્તાવાર જાહેરાત પણ કરી નથી. તો હાર્બર લાઈનમાં(Harbor Line) એસી લોકલ ઉપલબ્ધ નથી.