ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
15 ઓક્ટોબર 2020
મુંબઈ પ્રશાસન માસ્ક ન પહેરનારા લોકો તરફ હવે કડક હાથે કામ લઇ રહ્યુ છે. તમે પણ એવું વિચારતા હોય કે માસ્ક ન પહેરવા બદલ પકડાશો તો દંડ ચૂકવીને છુટી જશો તો એવું હવે નહીં થાય. હવે જો માસ્ક વગર તમે પકડાશે તો તમારા પર કાયદેસર રીતે IPC કલમ હેઠળ પોલીસ કેસ નોંધવામાં આવશે.
ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 188 હેઠળ બીએમસીએ બુધવારે ચેમ્બુરમાં માસ્ક ન પહેરવા બદલ એક વ્યક્તિ વિરુદ્ધ પહેલી એફઆઈઆર દાખલ કરી હતી, જેનો ઉપયોગ સરકાર રોગચાળાના કાયદા હેઠળ, લોકડાઉન નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ કરે છે. પાલિકાએ માસ્ક વિના મળી આવેલા લોકો સામે ઝુંબેશ વધુ તીવ્ર બનાવી છે, ખાસ કરીને એવા સમયે જ્યારે શહેર ખુલી રહ્યું છે અને અનેક પ્રવૃત્તિઓ પરના પ્રતિબંધોને હળવા કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે માસ્ક પહેરીને સામાજિક અંતર જાળવવું ખૂબ જ જરૂરી છે. માસ્ક વાયરસના ફેલાવાને રોકવા માટે મહત્વપૂર્ણ છે. શહેરના 24 વોર્ડમાંથી રોજ કોઈને કોઈ બહાને માસ્ક ન પહેરનારા ઓછામાં ઓછા 1000 લોકોને દંડ કરવાનો લક્ષ્યાંક કાર્યકરોને આપ્યો છે.
આમ બુધવારે મુંબઇમાં માસ્ક ન પહેરવાના મામલે પ્રથમ કેસ નોંધવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય સીઝએ કે BMC ના વડા આઈ.એસ.ચહલે વરિષ્ઠ નાગરિક અને પોલીસ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. ત્યારે સિવિલ સ્ટાફને નિયમ ભંગ કરનારા સામે કાર્યવાહી કરવા પોલીસની મદદ લેવાનું કહેવામાં આવ્યું હતું. કમિશનરે જોગર્સને માસ્ક પહેરવાનું પણ કહ્યું, તબીબી નિષ્ણાતો કહે છે કે 5 કિ.મી. અથવા તેથી વધુનું અંતર માસ્ક વગર કાપવું સલાહભર્યું નથી. નોંધપાત્ર વાત એ છે કે બીએમસીએ 40,000 થી વધુ લોકોને માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકાર્યો છે અને રોગચાળા દરમિયાન 1 કરોડથી વધુનો દંડ વસુલવામાં આવ્યો છે. આથી ભૂલેચુકે તમે પણ માસ્ક પહેર્યાં વગર ઘરની બહાર ના નીકળતાં..